Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત :વધુ 45 કેસ પોઝીટીવ : લોકોમાં ફફડાટ : કુલ કેસની સંખ્યા 415 થઇ

શહેરમાં 26 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા : લોકોને સાવચેત રહેવા માસ્ક સેનેટાઇઝર નો ઉપયોગ કરવા સુચના

 

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે,આજે વધુ 45 કેસ નોંધાયા છે જૂનાગઢ શહેરમાં 26 કેસ અને ગ્રામ્યમાં 19 કેસ મળીને જિલ્લામાં આજે 45 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે જૂનાગઢ શહેરમાં રાધીકા પાર્ક ૨૬ વર્ષીય પુરૂષ, નવા ઘાંચીવાડા ૪૮ વર્ષીય પુરૂષ, ખ્રામધોળ ૩૫ વર્ષીય પુરૂષ,દુબળી પ્લોટ ૫૧ વર્ષીય પુરુષ,.ખલીલપુર રોડ ૩૬ વર્ષીય પુરૂષ,.સહજાનંદ સોસાયટી ૬૩ વર્ષીય પુરૂષ ,જલારામ સોસાયટી ૭૪ વર્ષીય મહિલા,.જુલાઇ વાડા ૭૧ વર્ષીય પુરૂષ,ભાટિયા ધર્મશાળા પાસે ૪૦ વર્ષીય પુરૂષ,.ઢાલરોડ પર ૬૨ વર્ષીય મહિલા,નંદનવન રોડ ૬૦ વર્ષીય પુરૂષ,.ગિરીરાજ રોડ ૪૫ વર્ષીય પુરૂષ,.પાદરચોક જોષીપુરા ૨૦ વર્ષીય મહિલા,.સુદમાપુરી સોસાયટી ૪૮ વર્ષીય પુરૂષ,આદિત્ય નગર ૫૨ વર્ષીય પુરૂષ,રાયજીબાગ .માં ૩૭ વર્ષીય પુરૂષ,ઝાંઝરડા રોડ ૫૬ વર્ષીય પુરૂષ

ફુલીયા હનુમાન રોડ ૮૦ વર્ષીય પુરૂષ,મધુરમ સોસાયટી ૪૦ વર્ષીય પુરૂષ,ગોપાલ નગર જોષીપુરા ૩૮ વર્ષીય પુરૂષ,ગિરીરાજ રોડ ૪૦ વર્ષીય પુરૂષ ,આકાશગંગા મધુરમ ૫૬ વર્ષીય પુરૂષ,ખ્રામધોળ રોડ ૬૩ વર્ષીય પુરૂષ, મોતીબાગ વિસ્તારમાં ૬૦ વર્ષીય પુરૂષ,ડો.સુભાષ રોડ ૨૬ વર્ષીય મહિલા,ગોધાવાવપાટી ૨૯ વર્ષીય પુરૂષને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જયારે તાલુકા અને ગ્રામ્યમાં૧ કેસ પોઝીટીવ નોંધાયો છે ઉપરાંત કેશોદ કેસ,ભેસાણમાં કેસ,મેંદરડા કેસ પોઝીટીવ ,વંથલી કેસ પોઝીટીવ અને વિસાવદર કેસ પોઝીટીવ નોંધાતા કુલ શહેર અને જીલ્લા ના ૪૫ કેસ કોરોના પોઝીટીવ નોંધાતા તંત્ર આવ્યું હરકતમાં લોકો ને સાવચેત રહેવા માસ્ક સેનેટાઇઝર નો ઉપયોગ કરવા સુચના અપાઈ છે 

(10:09 pm IST)