Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કચ્છમાં વધુ ૧૪ દર્દીઓ સાથે કોરોના બ્લાસ્ટ: ગાંધીધામ,ભુજના શહેરી વિસ્તારોથી માંડી દયાપર જેવા છેવાડાના ગામડાઓ સુધી કોરોનાનો ફફડાટ : કુલ કેસ 277 થયા

ભુજ : કોરોનાએ કચ્છમાં હવે બરાબર પગદંડો જમાવ્યો હોય તેમ દરરોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે ૧૪ દર્દીઓ સાથે ફરી બ્લાસ્ટ થયો છે અને કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા વધીને ૨૭૭ થઈ છે. કચ્છના બે મુખ્ય શહેરો ગાંધીધામ અને ભુજ બન્નેમાં આજે ચાર ચાર કેસ નોંધાયા છે. તો, અંજારમાં એક દર્દી અને છેવાડાના ગ્રામ્ય વિસ્તાર એવા લખપત તાલુકાના દયાપરમાં બે કેસ, અબડાસા તાલુકાના બીટા ગામમાં એક કેસ, અલ્ટ્રાટેક કંપનીમાં એક કેસ,  માંડવીના મોડકુબા ગામમાં એક કેસ એમ કુલ ૧૪ કેસ સાથે કચ્છમાં કોરોનાએ ફફડાટ સર્જ્યો છે. હવે મોટાભાગના કેસ લોકલ ટ્રાન્સમિશનના હોઈ લોકોએ સાવધાન બની સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા જાગૃતિ લાવવી પડશે.

કચ્છની આંકડાકીય માહિતી ઉપર એક નજર કરીએ તો કોરોનાના કુલ દર્દીઓ ૨૭૭, હોસ્પિટલમાં દાખલ ૯૪, સાજા થનારા ૧૭૧ અને ૧૨ ના મૃત્યુ નીપજી ચુક્યા છે

(9:50 pm IST)