Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જસદણમાં કોરોના બોમ્બ ફુટ્યો: જસદણમાં 5 અને વિંછીયામાં 1 પોઝીટીવ કેસ :લોકોમાં ફફડાટ ફેલાયો

જસદણના ગીતાનગર,પટેલનગર,પાંચવડા ,શિવરાજપુર અને સમાત રોડ પર કોરોના ઘુસ્યો : વીંછીયાની સબરી શેરીમાં મહિલાને કોરોના વળગ્યો

    જસદણમાં આજે જાણે કોરોના બોમ્બ ફુટ્યો હોય એક સાથે 5 કેસ અને વિંછીયામાં 1 કેસ આવતાં લોકોમાં ભયનુ લખલખુ પ્રસરી ગયું છે

   જસદણનાં ગીતા નગરમાં રહેતા સુધીરભાઇ સુરેશભાઈ  હિરપરા (ઉ.વર્ષ 35 ) રવજીભાઇ બચુભાઈ (ઉ.વર્ષ 60 )પાંચવડા મુળજીભાઇ અમરશીભાઇ રાજપરા (ઉ.વર્ષ 7), હંસાબેન રાડીયા (ઉ.વર્ષ 56)  પટેલ નગર શિવરાજપુર  ઉદયભાઇ દિલિપભાઇ મહેતા( ઉ.વર્ષ 26) સમાત રોડ, અને વિંછીયાનાં સબરીમાં શેરીમાં રહેતાં નીતાબેન વિજયભાઇ( ઉ.વર્ષ 30 )ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે અને લોકમાં ભયનુ લખલખુ પ્રસરી ગયું છે.

(6:39 pm IST)