Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ફરી કચ્છમાંથી ચરસ ઝડપાયું : કસ્ટમે શિયાળવાળી ક્રિક પાસેથી ૮ પેકેટ ઝડપ્યા

પેટ્રોલિંગ દરમ્યાન શિયાળવાળી ક્રીક પાસેથી ચરસના ૮ પેકેટ બિનવારસુ ઝડપાયા

ભુજ: કચ્છના દરિયામાંથી ચરસ ઝડપાવવવાનો સિલસિલો હજીયે ચાલુ છે. આ વખતે કસ્ટમે ચરસનો જથ્થો ઝડપ્યો છે. ભુજના આસી. કમિશનર રાકેશ બિહારીના જણાવ્યા પ્રમાણે ભુજના કસ્ટમ સુપ્રી. અશોક રાઠવાના નેતૃત્વ હેઠળ ગઈકાલે પેટ્રોલિંગ દરમ્યાન શિયાળવાળી ક્રીક પાસેથી ચરસના ૮ પેકેટ બિનવારસુ ઝડપાયા હતા. કસ્ટમે અન્ય સુરક્ષા એજન્સીઓનો સહયોગ મળ્યો હોવાનું જણાવ્યું હતું.

(6:37 pm IST)