Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કચ્છમાં રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી :કેટલાક સ્થળોએ થન્ડર સાવરની સંભાવના

તા, 19મી સુધી કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા

ભુજ : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છમાં પણ રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરા છે.

આ અંગેની વિગતો મુજબ કચ્છમાં પાછલા ચારેક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે, રાજ્યમાં અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે, કચ્છમાં ફરી વરસાદના સંજોગો સર્જાયા છે. ભુજ હવામાન વિભાગના રાકેશ કુમારે જણાવ્યું કે, ૧૯મી સુધી કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળોએ થન્ડર સાવરની સ્થિતિ પણ જોવા મળી શકે છે

(6:33 pm IST)