Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જસદણમાં કોરોના બોમ્બ ફુટ્યો: જસદણમાં 5 અને વિંછીયામાં 1 પોઝીટીવ કેસ

આટકોટ :::; જસદણમાં આજે જાણે કોરોના બોમ્બ ફુટ્યો હોય એક સાથે 5 કેસ અને વિંછીયામાં 1 કેસ આવતાં લોકોમાં ભયનુ લખલખુ પ્રસરી ગયું છે.

           જસદણનાં ગીતા નગરમાં રહેતા સુધીરભાઇ સુરેશભાઈ  હિરપરા ઉ.વર્ષ 35, રવજીભાઇ બચુભાઈ ઉ.વર્ષ 60, મુળજીભાઇ અમરશીભાઇ રાજપરા ઉ.વર્ષ 71, હંસાબેન રાડીયા ઉ.વર્ષ 56 પટેલ નગર, ઉદયભાઇ દિલિપભાઇ મહેતા ઉ.વર્ષ 26 સમાત રોડ, અને વિંછીયાનાં સબરીમાં શેરીમાં રહેતાં નીતાબેન વિજયભાઇ ઉ.વર્ષ 30 ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે અને લોકમાં ભયનુ લખલખુ પ્રસરી ગયું છે.

 

(6:25 pm IST)