Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જેતપુરથી ગોંડલ વચ્ચે ધોધમાર વરસાદ : ખેતરોમાં ગોઠણડુબ પાણી ભરાયા : વાહન વ્યવહારને ભારે અસર

રાજકોટ, તા.૧પ : આજે સાંજે ૪-૩૦ વાગ્યા આસપાસથી જેતપુરથી ગોંડલ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદના કારણે હાઇ-વે ઉપર વાહન વ્યવહારની ભારે અસર પહોંચી છે અને રસ્તા ઉપર વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

ભારે વરસાદના કારણે વરસાદી પાણી ઠેર-ઠેર ભરાઇ ગયા છે. વાડી-ખેતરોમાં પણ ગોઠણડુબ પાણી ભરાયા છે.

આ વરસાદ એકાદ ઇંચ પડી ગયાનું જાણવા મળ્યું છે.

આ વરસાદ જેતપુરથી ગોમટા સુધી ધોધમાર પડયો હોવાનું જાણવા મળ્યુ છે.

(5:07 pm IST)