Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

લોધીકા પાસે કારમાં રૂ. ૧.૦૮ લાખના દારૂ સાથે રાજકોટના ૪ ઝડપાયા

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ જીલ્લાના લોધીકા પાસે કારમાં રૂ. ૧.૦૮ લાખના દારૂ સાથે રાજકોટના ૪ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.

પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાની સુચના મુજબ જીલ્લામાં ચાલતી પ્રોહી પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા થયેલ સુચના મુજબ એમ. એન. રાણા પો. ઇન્સ. એલ. સી. બી. રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. ને મળેલ હકિકત અન્વયે લોધીકા પો. સ્ટે. વિસ્તારના મેટોડા જી. આઇ. ડી. સી. ઓલ્માઇટી ગેઇટ સામે ગોહીલરાજ પેટ્રોલ પંપની પાછળ બીજા નંબરના ડુપ્લેક્ષ મકાનમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો એપીસોડ ગોલ્ડ વ્હીસકી ૭પ૦ એમ. એલ. ની શીલબંધ બોટલ નંગ ૩૬૦ કિ. રૂ. ૧૦૮૦૦ તથા મોબાઇલ નંગ-૬ કિ. રૂ. ૬૧૦૦૦ તથા કાર કિ. રૂ. પ૦,૦૦૦૦ મળી કુલ રૂપિયા ૬,૬૯,૦૦૦ ના પ્રોહી મુદામાલ સાથે રેઇડ દરમ્યાન ચાર આરોપીઓને હસ્તગત કરી તેમજ કોરોનાવાયરસના ચેપી રોગ ફેલાયેલ હોય જેના  કારણે સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ તેમજ જીલ્લા મેજી. રાજકોટનાઓના જાહેરનામા ક્રમાક જે. એમ. એ. જી., કોરોના, જા.નામું, ફા.નં. ૦ર-ર૦ર૦ તા. ૩૦-૬-ર૦ર૦ થી રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના પ વાગ્યા સુધીનું જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય તેમ છતાં આરોપીઓ રાત્રીના સમયે જાહેરનામાનો ભંગ કરી ભેગા થઇ ચેપી રોગનું સંક્રમણ ફેલાય તેમ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળતા આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે.

પોલીસે સમીર આમદભાઇ જુણેજા જાતે સંઘી ઉ.ર૦ ધંધો મજુરી રહે. રાજકોટ આનંદનગર નિલકંઠ સીનેમાં પાસે રવીરાજસિંહ દીલીપસિંહ જાડેજા જાતે દરબાર ઉ.ર૯ ધંધો ફાઇનાન્સનો રહે. હાલ રાજકોટ રૈયા રોડ રૈયા સર્કલથી આગળ બાપાસીતારામ ચોક પાસે ડીલકસ પાનની ઉપર ફલેટમાં મુળ રહે. સગાડીયા તા. ધ્રોલ જી. જામનગર, વશીમ હારૂનભાઇ મુલ્તાની જાતે પીંજારા ઉ.ર૭ ધંધો મજુરી રહે.રાજકોટ સાંઢીયા પુલ પાસે શ્રી હરી સોસાયટી. રૂષીરાજસિંહ અશોકસિંહ સરવૈયા જાતે દરબાર ઉ.રર રહે રાજકોટ રેલનગર શેરી નં. ર વાળાઓની ધરપકડ કરી છે.

પોલીસે વ્હીસકી બોટલ નંગ-૩૬૦ કી. રૂ. ૧૦૮૦૦૦/- મોબાઇલ નંગ ૬ કી રૂ. ૬૧૦૦૦/- હુન્ડાઇ આઇ.-ર૦ કાર કી. રૂ.પ૦૦૦૦૦/- મળી કુલ રૂપિયા ૬,૬૯,૦૦૦ જપ્ત કરેલ છે.

આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીમાં એમ.એન. રાણા પો.ઇન્સ. એલ.સીબી.આર.આર. એચ.એમ. રાણા પો.સબ.ઇન્સએલ.સી.બી. આર.આર. રવીદેવભાઇ વાજસુરભાઇ બારડ પો.હેડ કોન્સ. એલ.સી.બી.આર.આર., બાલકૃષ્ણ ત્રિવેદી પો.હેડ કોન્સ. એલ.સી.બી. આર. આર. મેહુલભાઇ બારોટ પો.કોન્સ. એલ. સી. બી.આર.આર. તથા મદદમાં રહેલ અધિકારી કર્મચારીમાં  એચ.એલ.ગઢવી પો.ઇન્સ. ડી.સી.બી.રાજકોટ શહેર, બી. એલ. જાડેજા એ.એસ.આઇ. ડી.સી.બી. રાજકોટ શહેર, અમીનભાઇ ભલુ પો.કોન્સ. ડી.સી.બી.રાજકોટ શહેર, જયદિપસિંહ જાડેજા પો.કોન્સ. ડી.સી.બી.રાજકોટ શહેર, હીરેન્દ્રસિંહ પરમાર પો.કોન્સ. ડી.સી.બી. રાજકોટ શહેરનો સમાવેશ થાય છે.

(4:02 pm IST)