Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જામનગરનાં મોટી માટલી પાસે દુધ ભરેલા વાહન સાથે બાઇક અથડાયું: ભાવેશ પંડ્યાનું મોતઃ પત્ની અને બાળક ગંભીર

તસ્વીરમાં મૃતક તથા ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા. જામનગર)

 જામનગર, તા.૧૫: જામનગરમાં કાલાવડ હાઇવે પર મોટી માટલી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દૂધ ભરેલા વાહન સાથે બાઈક અથડાતાં એકનું મોત નીપજયું છે. કાલાવડ થી જામનગર આવી રહ્યું હતું ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૩૬ વર્ષીય ભાવેશ પંડ્યાનું મૃત્યુ નીપજયું છે. જયારે તેમની પત્ની અને બાળકને  ગંભીર હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(4:01 pm IST)