Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વંથલીમાં ૧ાા, જામનગરમાં ૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ યથાવત

રાજકોટ, તા. ૧પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી બપોર સુધીમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ જીલ્લાના વંથલીમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે જામનગરમાં એક ઇંચ વરસાદ પડયો છે.

જયારે અમરેલીના રાજુલામાં અડધો ઇંચ, જાફરાબાદમાં ઝાપટા પડયા છે.

ભાવનગરના મહુવામાં અડધો ઇંચ તથા ઉમરાળા અને તળાજામાં ઝાપટા પડયા છે.

જામનગરમાં બપોરે ૧૦ થી ૧ર દરમિયાન ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જુનાગઢના માણાવદર અને કેશોદમાં તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં ઝાપટા પડયા છે.

(4:00 pm IST)