Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમરેલી જિલ્લામાં કોરોના નો રાફડો ફાટયો : એક સાથે ૧૪ પોઝિટિવ કેસ : પોઝિટિવ કેસ ની સંખ્યા બેવડી સદી તરફ : કુલ કેસ ૧૯૭ : કુલ મોત ૧૫

અમરેલી જિલ્લામાં  કોરોના નો રાફડો ફાટયો છે એક સાથે  ૧૪  પોઝિટિવ કેસ  નોંધાયા છે પોઝિટિવ કેસ ની સંખ્યા બેવડી સદી તરફ ગતિ કરી રહી છે કુલ કેસ ૧૯૭ થયા છે અને કુલ મોત ૧૫ થયા છે.

     આજે 14 કેસ નોંધાયા તેમાં જાફરાબાદના બાબરકોટ ગામ ના ૨૫ વર્ષીય યુવક , અમરેલીના પ્રમુખસ્વામી નગરમાં રહેતા 55 વર્ષના મહિલા , અમરેલીના રીકડીયાના ૩૬ વર્ષીય યુવક , ખાંભા તાલુકાના મોટા બારમણ ગામના ૬૨ વર્ષના વૃદ્ધ , સાવરકુંડલા તાલુકાના નેસડી રોડ ના ૫૬ વર્ષના મહિલા , સાવરકુંડલા સીમરણ ગામના ૭૦ વર્ષના વૃધ્ધા , લાઠી તાલુકાના હજીરાધાર ગામ ના ૩૩ વર્ષીય યુવક , અમરેલીના લાઠી રોડ ઉપર રહેતા 31 વર્ષીય પુરુષ , ચિતલ ગામ ના ૪૪ વર્ષીય પુરુષ , અમરેલીના ચક્કરગઢ દેવળીયા ગામના 35 વર્ષીય મહિલા , લાઠીના ટોડા ગામના ૪૭ વર્ષીય પુરુષ , અમરેલીના રોકડ વાડીના 38 વર્ષીય પુરુષ , લાઠી તાલુકાના શાખપુર ગામ ના ૫૩ વર્ષના મહિલા અને સાવરકુંડલાના ૮૬ વર્ષના વૃદ્ધોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

(2:58 pm IST)