Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

પોરબંદરમાં 65 વર્ષના વૃદ્ધ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ : જામનગર ખાતે દવા લેવા જતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

પોરબંદર :::પોરબંદરમાં 65 વર્ષના વૃદ્ધ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સારવારમાં ખસેડાયા છે.

      પોરબંદરના કોળી વાડ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધ જામનગર ખાતે દવા લેવા ગયા હતા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

      આ વૃદ્ધ સાથે સંપર્કમાં આવેલા લોકોનું મેડીકલ ચેક અપ તથા સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમના વિસ્તારમાં સેનેટાઈઝર છટકાવ અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા માટે  તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

(1:27 pm IST)