Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ખાંભાના વન ખાતાની બીડમાં પશુઓને ચરીયાણની મંજુરી આપવા રજુઆત

રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેર દ્વારા વનમંત્રીને રજુઆત

રાજુલા, તા.૧૫: રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેરે રાજયના વનમંત્રી ગણપતભાઇ વસાવાને એક પત્ર પાઠવી ખાંભા તાલુકાની વન વિભાગની બીડમાં પશુઓને ચરીયાણ કરાવવા મંજુરી આપવા માંગણી કરી છે.ઙ્ગ

ધારાસભ્યએ વિશેષમાં જણાવેલ છે કે રાજયમાં જુદી-જુદી જગ્યાએ વન વિભાગ હસ્તકના બીડ આવેલા છે તે પૈકી ખાંભા તાલુકામાં વન વિભાગ હસ્તકના બીડ આવેલા છે. અમરેલી જીલ્લાના ખાંભા તાલુકામાં આવેલ બીડની આજુબાજુના ગામમાં વસતાં પશુપાલકો તેઓના પશુને ચરીયાણ માટે બીડની અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. આવા પશુપાલકોની આજીવિકાનું સાધન જ તેઓના પશુઓ હોય છે.

પશુપાલકો ગાય-ભેંસ વગેરેનું દૂધ વેંચીને રોજીરોટી રળતા હોય છે. રાજયમાં મોટા ભાગના ગામોમાં ગૌચરની જમીનની ઘટ છે એન કેટલાય હેકટરોમાં ગૌચર પર દબાણ થયેલા છે જેના કારણે પશુપાલકોને તેઓના પશુઓ માટે ચરીયાણનો વિકલ્પ રહેતો નથી. આથી, પશુપાલકો પ્રત્યે સહાનુભુતિ દાખવીને તેઓ આજીવિકા રળી શકે તે માટે વન વિભાગ હસ્તકના બીડમાં આસપાસના ગામના પશુઓને ચરીયાણ માટે મંજુરી આપવા અંતમાં જણાવેલ છે.(

(1:19 pm IST)