Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જામનગર અને દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન પેટે ખાસ રાહત પેકેજ માટે રજૂઆત

જામનગર તા. ૧૫ : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણાખરા વિસ્તારમાં તાજેતરના ભારે વરસાદથી થયેલા નુકસાન પેટેઙ્ગ ખાસ રાહત પેકેજની સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ માંગણી કરી છેઙ્ગ અતિવૃષ્ટીગ્રસ્ત ખેડૂતો- વેપારીઓ-રહેવાસીઓ-માલધારીઓ સહિત નુકસાન નો ભોગ બનેલા સૌ નાગરીકોના હિત માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલજી સમક્ષ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ તૈયાર કરેલો સમગ્ર તારાજીનો વિસ્તૃત અહેવાલ રજુ કર્યો હતો.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક અમુક વિસ્તારોમાં, અતિભારે વરસાદના પગલે થયેલી નુકસાની અંગે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલને ,હકીકતલક્ષી અહેવાલ રજુ કરી, બંને જિલ્લાઓમાં સર્વે કરાવી, નુકસાન પેટે અસરગ્રસ્તો માટેઙ્ગ ખાસઙ્ગ રાહત પેકેજની માંગણી આ તકેઙ્ગ સંસદસભ્ય પૂનમબેન માડમએઙ્ગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ થયો, ડેમો ઓવરફલો થયા અને તે પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા અને જમીનોનાઙ્ગ ધોવાણ થવાથી ખેડુતોને સામાન્યથી વિશેષ નુકસાન થયુ હોઇ સંસદસભ્ય પૂનમબેન માડમએ વિશેષ પેકેજ ની ભારપુર્વક રજુઆત કરી છે તેમજ આ માટે સર્વે પણ જલદીથી થાય માટે ઝડપથી રાહતની કાર્યવાહી થાય તેમ પણ આ રજુઆતમાં સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવી ઉમેર્યુ હતુ કે જુદા જુદા તાલુકાઓ તેમજ જુદા જુદા ગામો જયા રહેણાંકોમાં વરસાદી પાણી ઘુસવાથી ઘરવખરીનુ મોટુઙ્ગ નુકસાન થયુ સાથે સાથે દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયુ અને માલધારીઓ-પશુપાલકોને પણ તેમના માલઢોરના નુકસાન થયા છે અને જાનહાની પણ ચિંતાજનક રીતે થઇ છે માટે સમગ્ર પણે જે જેઙ્ગ વર્ગને નુકસાન થયુ છે માટે નુકસાનીનો ઝડપથી સર્વે થાય અને થયેલા નુકસાનઙ્ગ ઙ્ગ પેટે ખાસ વિશેષ રાહત પેકેજઙ્ગ ફાળવવામાં આવે તેવી મુદાસરની માંગણી અને ભારપુર્વકની રજુઆત બંને જિલ્લામાં અતિવૃષ્ટીથી નુકસાન પામેલા તમામ વર્ગના નાગરીકોના હિતમાંઙ્ગ સંસદસભ્ય પૂનમબેન માડમએ રજૂઆત કરી છે.(

(1:17 pm IST)