Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ધ્રોલ ચેમ્બરની અપીલને વેપારીઓએ માનભેર સ્વીકારી દુકાનો બપોરે ર સુધી ખુલ્લી રાખી

કોરોના મહામારીને મક્કમતાથી મહાત કરવા

ધ્રોલ તા. ૧પ : ધ્રોલ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહેલ છે. સરકારશ્રી તરફથી પણ આ અંગે અનેક ઉપાયો કરવામાં આવી રહેલ છે ત્યારે આ કોરોનાના વધી રહેલા કેસોને નીયંત્રણમાં લેવા માટે ધ્રોલની ચેમ્બર ઓફ કોમર્સ, મેમણ ચેમ્બર ઓફ કોમર્સ સહીતના વેપારી એસોસીએશનના હોદ્દેદારોએ ધ્રોલ ખાતેના વેપાર ધંધા-સવારથી બપોરના બે વાગ્યા સુધી ખુલ્લા રાખીને ત્યારબાદ બંધ પાળવા માટેની અપીલ કરી હતી.

ધ્રોલ ખાતે તા.૧૩/૭/ર૦ થી તા. ર૧/૭/ર૦ સુધી એમ નવ દિવસ માટે જાહેર કરેલ અપીલને ધ્રોલ શહેરના તમામ-નાના-મોટા વેપારીઓએ હર્ષભેર વધાવી લીધેલ છે.અને આજે બીજા દિવસે પણ સ્વૈચ્છીક રીતે સ્વયંભુ રીતે પાન-બીડી., ચાની હોટલો, સહિત અનાજ કરીયાણા સહિત મેમણ ચોક ખાતે આવેલ ૩પ જેટલી કાપડની દુકાનોએ પણ સદંતર બંધ પાળીને આવા કપરા સમયમાં કોમી એકતા તથા સંપ અને સરકારની ભાવના પ્રદર્શીત કરેલ છે.

આમ ધ્રોલ શહેરના વેપારીઓએ સ્વયંભુ સ્વીકારેલ આ એલાન મુજબ કોઇજ સરકારી અધિકારીઓ કે પોલીસ તંત્ર કે નગરપાલીકાના કોઇજ કર્મચારીઓએ દરમ્યાનગીરી કરેલ નથી. તેમ છતાં લોકોએ આપેલા આ અદ્દભૂત સાથ અને સહકાર બદલ ચેમ્બર ઓફ કોમર્સ તથા તમામ એસોસીએશનના હોદ્દેદારોએ વેપારીઓનો આભાર વ્યકત કરેલ છે.(

(1:17 pm IST)