Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

પડધરીમાં દુકાનના ભાડા બાબતે કાકા અને ભત્રીજા વચ્ચે મારમારી : સામસામી ફરીયાદ

રાજકોટ, તા. ૧પ :  પડધરીમાં દુકાનના ભાડા બાબતે કાકા અને ભત્રીજા વચ્ચે મારામારી થતા પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

મળતી વિગત મુજબ પડધરીના મોવિયા સર્કલ પાસે મારૂતી સુઝુકીના શો રૂમ પાસે ગઇકાલે સાંજે ઉર્તીણ પ્રવિણ પાલાભાઇ ચાવડા રે. આંબેડકરનગર પડધરીને રામજી ઉર્ફે અમીત ચંદુભાઇ ચાવડા રે. આંબેડકરનગર પડધરીએ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી પતાવી દેવાની ધમકી આપ્યાની પડધરી પોલીસમાં ફરીયાદ કરી છે.

સામાપક્ષે રામજી ઉર્ફે અમીત ચંદુભાઇ ચાવડાએ પ્રવિણ પાલાભાઇ ચાવડા સામે ગાળો આપી ઢીકાપાટુનો મારમારી પતાવી દેવાની ધમકી આપ્યાની પડધરી પોલીસમાં ફરીયાદ કરતા એ.એસ.આઇ. વી.યુ.આર. એે બંન્ને ફરીયાદો અંગે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)