Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કેશોદ તાલુકામાં વિજનો પ્રશ્ન ૧૦ દિ'માં ઉકેલોઃ આંદોલનની ચીમકી

રંગપુર, મેસવાણ સહીતના ગામોમાં જયોતિગ્રામ અને સીમ વિસ્તારનો પાવર છાસ વારે ડુલ થાય છેઃ જિલ્લા કોંગ્રેસ દ્વારા રજુઆત

જુનાગઢ તા. ૧પ : કેશોદ તાલુકાના રંગપુર, મેસવાણ વિગેરે ગામોમાંથી જયોતિગ્રામ અને સીમ વિસ્તારનો પાવર છાસવારે ડુલ થાય છે. તે પ્રશ્ન દિવસ ૧૦માં હલ નહી થાય તો ના છુટકે કોવિડ-૧૯ ના અનુસંધાને અમલમાં રહેલ કાયદાનો ભંગ કરીને કેશોદ પી.જી.વી.સી.એલ. કચેરીને કોંગ્રેસ સમિતિ દ્વારા તાળા મારવાનો કાર્યક્રમની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ અંગે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીએ પી.જી.સી.એલ.ના કાર્યપાલક  ઇજનેરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રંગપુર ગામ સહિત મેસવાણ વિગેરે ગામોમાં જ્યોતિગ્રામ અને સીમ વિસ્તારનો ઇલેકટ્રીક પાવર છાસવારે ડુલ થાય છે જે બાબતની રજુઆત અગાઉ પણ કરેલ હતી. તેમ છતાય આ રજુઆતને ગંભીરતાથી લીધેલ નથી જો ગંભીરતાથી લીધેલ હોય તો તે ગામે મુકામે ફરીવાર જ્યોતિગ્રામ અને સીમ વિસ્તારનો પાવર ડુલ થવાની સમસ્યા ન સર્જાત અગાઉની જેમ તે ગામે મુકમે ફરીવાર 'કેતાના તે કહો'ની સ્થિતિનું નિર્માણ થયેલ છે તો શું તેે વિસ્તારના લોકો વીજ બીલના નાણા નથી ચુકવતા ? તેવા સવાલો સીમ વિસ્તારમાં પણ ૮-૮ દિવસ સુધી પાવર આપવામાં આવતો નથી અને તા.૧૪ જુલાઇના ગઇ રાત્રીના ૧ર વાગ્યાથી રંગપુર ગામે જ્યોતિગ્રામનો પાવર ચાલ્યો ગયેલ છે.

જો દિવસ ૧૦માં તે રંગપુર ગામ સહિત કાલવાણી, મેસવાણ વિગેરે કેશોદના ગામોમાંથી સીમ વિસ્તાર અને જ્યોતિગ્રામ પાવર ડુલ થવાની સમસ્યા છે તે સમસ્યાનો કાયમી હલ નહી થાય તો લોકો અને ખેડુતોના હિતમાં કોવિડ-૧૯ ની મહામારીના કારણે અમલમાં રહેલ કલમ ૧૮૮ અને કલમ ૧૪૪ નો ભંગ કરીને ધરપકડ વહોરવી પણ મંજુર છે અને લોકોના માટે જેલમાં જવાની તૈયારી સાથે પી.જી.વી.સી.એલ. કેશોદની કચેરીને તાળા બંધીનો કાર્યક્રમ કરી પી.જી.વી.સી.એલ. કચેરીના અમુક બેદરકાર તંત્રને જગાડવા આંદોલન કરવા  નટુભાઇ આર.પોકીયા-પ્રમુખ તથા વી.ટી.સીડા મહામંત્રી દ્વારા ચિમકી ઉચ્ચારવમાં આવી છે.(

(1:14 pm IST)