Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કેસથી લોકોમાં વધતો અજંપો

કેશોદ,તા.૧૫ : કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલ કોરોના પોઝિટીવ કેસથી લોકોમાં અજંપા સાથે ફફડાટ વ્યાપી જવા પામેલછે ત્યારે કોરોનાથી બચવા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરવા હાલની તકે સ્વયંભુ લોકજાગૃતિ જરૂરી બની રહેલ છે.

કોરોનાની શરૂઆત થઈ છે ત્યારથી લોકોનો એક પણ દિવસ એવો નહી ગયો હોય કે કોરોના શબ્દ ના સાંભળયો હોય એક દિવસીય જનતા કર્ફ્યુની શરૂઆત બાદ એક પછી એક લોક ડાઉનના દિવસો વધતા ગયા દિવસોમાંથી મહિનાઓ થવા લાગ્યાં

 શરૂઆતમાં કોઈ જીલ્લામાં એક કોરોના પોઝિટિવ નોંધાતા જીલ્લા ભરમાં ચર્ચા થવા લાગતી લોકોમાં કોરોનાનો એક ભય હતો એ જ ભય ધીરે ધીરે ઘટવા લાગ્યોછે અને કોરોના પોઝીટીવ કેસ વધવા લાગ્યાંછે. શરૂઆતમાં જે ભય હતો લોકો એટલી કાળજી રાખતાં અને કોરોનાના સંક્રમણથી બચવા લોકો જાગૃત થયા હતા. એ જાગૃતતા ધીમે ધીમે ઘટતી જોવા મળી હતી અને કોરોનાનું સંક્રમણ વધતુ જાયછે હાલમાં જીલ્લામાં તાલુકાઓમાં ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યુંછે ત્યારે વેપારીઓ પણ સ્વેચ્છાએ પોતાના વેપાર ધંધાનો સમય ઘટાડી સ્વેચ્છીક લોક ડાઉન અપનાવી રહયાછે અને લોકો પણ મનોમન લોક ડાઉન ઈચ્છી રહયાછે

સરકારના આદેશથી પોલીસ તંત્ર દ્વારા માસ્ક વગર બહાર નીકળતા લોકો પાસેથી બસ્સો રૂપિયા દંડ વસુલવામાં આવી રહ્યોછે અમુક શહેરોમાં એ દંડમાં વધારો કરી પાંચસો રૂપીયા દંડ વસુલવાની ચર્ચા થઈ રહીછે તો કોઈ શહેરોમાં વાહનચાલકોના વાહનો જાહેરનામાં ભંગ બદલ ડીટેઈન કરવામાં આવી રહયાછે તેનાથી શું લોકો ઘર બહાર નીકળવાનું બંધ કરી દેશે? કોરોના સંક્રમણ અટકી જશે? ઉલ્ટાનું ડીટેઈન કરેલાં વાહનો છોડાવવાં માટે અનેક વાહનચાલકો ટેકસ ભરવા કોઈ વાહનનો વિમો પુરો થયો હશે તો વીમો ચાલુ કરાવવા કોઈ વાહનનું પાર્કીંગ પુરૂ થયું હશે એ પાર્સીંગ કરાવવા જશે જયાં વધુ લોકો એકત્ર થશે સોશ્યલ ડીસ્ટન્સના અભાવે સંક્રમણ વધવાની શકયતા પણ ઉદભવી શકે એ વાત પણ નકારી શકાય તેમ નથી.

 શરૂઆતમાં અનેક ટ્રસ્ટ સેવાભાવી સંસ્થાઓ જુદા જુદા સેવાકીય મંડળો દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવતું હતું જરૂરીયાતમંદ લોકોને રાશન કીટ ભોજન ઘરે ઘરે પહોંચાડવામાં આવતું હતું એ થોડા દિવસો બાદ જાણે અદ્રશ્ય થઈ ગયું ત્યારે હાલમાં શું જરૂરીયાતમંદ લોકોની જરૂયાત સંતોષાઈ ગઈછે? હાલમાં કોઈ જરૂરીયાતમંદ લોકો નથી? શું દાતાઓના દાનની સરવાણી સુકાઈ ગઈ છે? ના એવું કાંઈના જ હોય તો આયોજનનો અભાવ જરૂર જવાબદાર માની શકાય?

કોરોનાની કુદરતી આફતનો દિવસે દિવસે વધતો આંકડો ચિંતાજનકછે કયાં સુધી પહોંચે તે કલ્પના બહારની વાતછે કોરોનાથી હાર માનવી પણ યોગ્ય નથી તેની સામે લડવા લોકો જાગૃતછે પણ જાગૃતતા અપનાવવાની જરૂર છે લોકો સ્વયં માસ્ક પહેરવા સેનેટાઇઝરનો ઉપયોગ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા બિન જરૂરી ઘર બહાર ન નીકળવા સરકારના આદેશોનુ ગંભીરતાપૂર્વક પાલન કરવાની લોકોને જાગૃતતા આવશે તો જ કોરોના સંક્રમણને અટકાવી શકાય અને કોરોનાને જાકારો આપી શકાય તેથી લોકોએ જાગૃતતા અપનાવવી જરૂરી છે.

ગુજરાત રાજય અને રાજય બહારથી રેડ ઝોનનાં હોટ સ્પોટ વિસ્તારમાંથી પરત વતનમાં આવતાં વ્યકિતઓ એ સ્વૈચ્છિક રીતે ચૌદ દિવસ હોમ કવોરન્ટાઈન રહેવું જોઈએ જો એ બેદરકારી દાખવે તો એ માટે શહેર વિસ્તારનાઆજુબાજુના વિસ્તારના રહેવાસીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનો દ્વારા બહારથી આવેલ વ્યકિતઓ પાસે ફરજીયાત કોરોન્ટાઈન કરાવવામાં આવે અને અન્ય લોકો તેનાથી દુર રહે જેથી સંક્રમણથી કોરોના વાયરસ ફેલાતો અટકી શકે અને સંક્રમણથી ફેલાવાની સાંકળ તુટે જેથી આવનારાં દિવસોમાં કેશોદ શહેર-તાલુકા કોરોના મુકત બની જાય. રોગ પ્રતિકારક શકિત વધારે હોય ત્યારે આવાં વ્યકતીઓને થર્મલ સ્કેનીગ કરવામાં આવે તો લક્ષણો જોવા મળતાં નથી પરંતુ અન્ય મોટી ઉંમરના લોકો કે નાનાં બાળકોનાં સંપર્કમાં આવવાથી સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે જેથી કોરોનાથી બચવા લોકજાગૃતિ સાથે સાવચેતી એ જ સલામતી બની રહેશે તોજ કોરોનાને નાથવામાં સફળતા મળશે.

(1:10 pm IST)