Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કેશોદ ધારાસભ્ય માલમે ૪.પ કરોડના વિવિધ વિકાસ કામો મંજુર કરાવ્યા

કેશોદ અને માંગરોળ પંથકના જુદા જુદા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઇ લોકપ્રશ્નો ઉકેલવાના ધારાસભ્યશ્રીના સંનિષ્ઠ પ્રયાસોને આવકારતા ગ્રામવાસીઓ

કેશોદ, તા. ૧પ :  મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆતના પગલે કેશોદ વિધાનસભા (૮૮) વિસ્તારના ધારાસભ્ય દેવાભાઇ મામલે ૪પ કરોડના વિવિધ વિકાસ કામો મંજુર કરાવતા લોકોએ આવકારેલ છે.

ધારાસભ્યશ્રી દેવાભાઇએ કેશોદ અને માંગરોળના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઇ સતત લોકપ્રશ્નો ઉકેલવાના સંનિષ્ઠ પ્રયાસો કરી રહેલ છે. ગ્રામ્ય વિસ્તાોરની મુલાકાત દરમિયાન લોકપ્રશ્નો સાંભળી સમસ્યાના ઉકેલ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની રૂબરૂ મળી વિકાસ કામો માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરેલ હતી.

ધારાસભ્યની સફળ રજુઆતના પગલે જુદા જુદા ૩પ જેટલા કામો માટે રાજય સરકાર દ્વારા ૪પ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

આ અંદાજીત ૪પ કરોડના કામો મંજુર થયેલ છે તેમાં મધરવાડા-ડેરવાણ-લુશાળા રોડ પ.૧૭ કરોડ, રંગપુર-શેરગઢ, નરસિંગ રોડ ૧૧.૧૯ કરોડ તેમજ ર૭.૬૪ કરોડના ૧ર ગ્રામ સડક યોજના હેઠળ, આજક-દિવાસા રોડ ૧.૧પ કરોડ, ચંદવાણા-દરશાલી રોડ ર.રપ કરોડ, બગસરાથી મંડેર રોડ ર.રપ કરોડ, અખોદર-બાલાગામ ૩.રપ કરોડ, અખોદર બાપાસ જોઇનીંગ ટુ પંચાળા અખોદર રોડ નોન પ્લાન ૪પ લાખ, મંડેર ઘોડાદર રોડ ૪.૧૧ કરોડ, ચિચુડી, કેનાલ સરમા રોડ પ કરોડ તેમજ કોઝવેથી પુલ, સરોડ-બાલાગામ ૪પ લાખ, મંડેર સરમા રોડ ૩૦ લાખ, થલીથી વિરોલ વચ્ચેનો પુલ ૩પ લાખ, તલોદ્રા-ફરંગટા રોડ ર૮ લાખ, બામણાસા-ગાત્રાળા રોડ (કોઝવે) ૧.ર૦ કરોડ.

ઉપરાંત એકલેરા-પાણખાણ રોડ માઇનોર બ્રીજ-૪ રૂ. ૧.૯૦ કરોડ, ખીરસરા એપ્રોસ રોડ ૧.૦૭ કરોડ, મોટી ધંસારી એપ્રોસ રોડ ર કરોડ, આત્રોલી એપ્રોસ રોડ પ૩ લાખ, લોએજ-કંકાસા રોડ ૧.૧૦ કરોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ચિત્રીથી મધરવાડા રોડ ૩.૩૦ કરોડ, ખમીદાણા-ઇસરા રોડ ર.૭પ કરોડ.

તેમજ સુવિધા યશની કામગીરી હેઠળ ટીટોડી-ખમીદાણા રોડ ૧૪ લાખ, પસવડીયાા એપ્રોચ રોડ ૧૪ લાખ,મોવાણા-હાંડલા-ચાંદીગઢ રોડ ૧૪ લાખ, ઝરીયાવડા -ફરંગટા-નાંદરખી- નગીચાણા રોડ ર૧ લાખ, ધ્રાબીવાડ-સાંગરસોલા રોડ ૭ લાખ અને લોએજ -કંકાસા રોડ ૧૩ લાખનો સમાવેશ થાય છે.

આમ કેશોદ તથા માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રોડ તથા પુલ સહિતના વિકાસકામોને લીલીઝંડી મળતા આ વિસ્તારના લોકોના વર્ષો જુના પ્રશ્નોનો અંત આવી જશે.

શ્રી દેવાભાઇ માલમે આ વિસ્તારના લોકોની માંગણીને ધ્યાને લઇ ૧૭પ બેડની બહુમાળી સરકારી હોસ્પીટલનું કામ મંજુર કરાવેલ જે કામગીરી પૂર્ણતાના આરે હોવાનું સુત્રો જણાવી રહેલ છે.

(1:09 pm IST)