Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

લોકડાઉનથી કામધંધા બંધ હોઇ શનાળા ગામના કારખાનેદારનો આપઘાત

મોરબીમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં બાળકી સહિત ત્રણના મોત

મોરબી તા. ૧૫ : મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં અપમૃત્યુના બનાવમાં બાળકી સહીત ત્રણમાં મૃત્યુ નીપજયા હતા.

ઙ્ગમળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં મોરબીના કાલિકાનગર ગામે આવેલ તુલસી મિનરલ્સમાં રહીને કામ કરતો અને મૂળ એમપીના રહેવાસી ગુડુભાઈ લલ્લુભાઈ સૌર (ઉ.૪૫)એ તુલસી મિનરલ્સ સામે લીમડાની ડાળી સાથે પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.

શનાળા ગામ શકિત માતાજીના મંદિર નજીક રહેતા અને રાજપર રોડ પર આવેલ પટેલ સમાજની વાડી નજીક શકિત એન્જીનીયરીંગ લેથનું કારખાનું ચલાવતા દિલીપભાઈ મગનભાઈ પાડલીયાએ ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી તો પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ લોકડાઉનથી કામધંધા બંધ હોય તે બાબતે આર્થીક સંકળામણમાં આવી જતા દિલીપભાઈએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું માહિતી મળી હતી તો મોરબીઙ્ગ મહેન્દ્રનગર ટીંબા વાડી નજીક રહેતા ઈશ્વરભાઈ ડાભીની ૧૧ વર્ષની દીકરી નંદનીને પોતના ઘરે કોઈ અજાણ્યું ઝેરી જનાવર કરડી કરતા તેનું મૃત્યુ નીપજયું હતું.મોરબી પોલીસે ત્રણેય બનાવ અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના રહેવાસી અને એસઆરપીમાં ફરજ બજાવતા વનરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોરબીના રામચોક પાસેથી તે કાર જીજે ૧ કેઈ ૮૩૫૭ લઈને જતા હોય ત્યારે આરોપી ભરત હમીર રબારી રહે હાલ મોરબી મૂળ મોટા હડમતીયા તા. વીંછીયા વાળાએ તેની કાર સાથે બોલેરો અથડાવતા ફરિયાદી વનરાજસિંહને ઈજા પહોંચાડી કારને નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે. એ-ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.(

(1:03 pm IST)