Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મોરબીમાં કોરોના તેમજ હોસ્પિટલ અંગે બ્રિજેશ મેરજા નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા

ઉચ્ચ અધિકારી તાત્કાલિક મોરબી સીવિલ હોસ્પિટલની મુલાકાત લે તે જરૂરી

મોરબી, તા. ૧પઃ મોરબીમાં વધતા જતા કોરોનાના કેસ સબબ પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને ભાજપના જિલ્લા પ્રમુખ રાઘવજીભાઇ ગડારા સતત જિલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર અને મોરબી સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સાથે પરામર્શમાં રહી કોરોના પ્રસરતો અટકાવવા તેકદારી સેવવા સતત પ્રયાસો કરી રહ્યા છે.

આ અંગે વધુ ઘનિષ્ઠતા જરૂરી હોય તેમજ કોરોનાના પોઝીટીવ દર્દીને સરકારી હોસ્પિટલમાં મુશ્કેલી ન પડે અને અગાઉ આવો કિસ્સો બહાર આવેલો તેનું પુનરાવર્તન ન થાય તે માટે મોરબી સરકારી હોસ્પિટલના સત્તાવાળાઓને તાકીદ કરવામાં આવલી, પરંતુ મોરબી સરકારી હોસ્પિટલમાં હાલના અતિભારે વર્કલોડને કારણે જે મુશ્કેલીઓ ઉભી થાય છે તેનો ઉકેલ લાવવો અનિવાર્ય હોય. બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને રૂબરૂ મળીને મોરબીની કોરોાના અને સરકારી હોસ્પિટલની વિગતોથી સુમાહિતગાર કર્યા હતાં.

તેના પરિપાકરૂપે તાકીદે રાજય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી મોરબી સીવિલ હોસ્પિટલની મુલાકાત લે તેમ કરીને પ્રશ્નો ઉકેલાય તેમ કરવું જરૂરી જણાતા ટુંક સમયમાં ઉચ્ચ અધિકારી મોરબીની મુલકાત લેશે અને સ્થાનિક સરકારી હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે પરામર્શ કરી કોરોનાનું સંક્રમણ થતું અટકાવવા જરૂરી નિર્ણયો કરાશે તેમજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને થતી પરેશાની નિવારવા જરૂરી પગલા લેવાશે.

વધુમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા તેમજ બ્રિજેશ મેરજાએ તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્રએ બહાર પાડેલ નોટીફીકેશની સુચારૂ અમલ થાય તેમજ નાગરિકો પણ કોરોના સંબંધી રાજય સરકાર અને ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ વર્તીને મોરબી વિસ્તારમાં કોરોનાને પ્રસરતો અટકાવવા પ્રજાજનો સ્વયમ જાગૃતિ કેળવે તેવી અપીલ લોકોને કરી છે.(

(1:02 pm IST)