Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મુસાફરોની ચકાસણી માટે દરેક એસ.ટી. બસોમાં કંડકટરોને થર્મલ ગન આપો : ગામડાના લોકોને એસટી બસોમાં મુસાફરીની સગવડતા આપો

ટંકારા તા. ૧૫ : ગામડાના મુસાફરોને એસટી બસમાં મુસાફરી માટે સુવિધા આપવા દરેક એસટી બસના કંડકટરને મુસાફરોની ટેમ્પરેચર ચકાસણી માટે થર્મલ ગન આપવાની માગણી ઉઠી છે.કોરાના વાયરસની કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીને કારણેઙ્ગ લોકડાઉન શરૂ થયેલ. ત્યારથી ગામડાના લોકોની એસ.ટી.બસોમાં મુસાફરી કરવાની સગવડતા બંધ છે. ગામડાના લોકોને ત્રણથી ચાર ગણું ભાડું ખર્ચીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે.ઙ્ગ

એસ.ટી.તંત્ર દ્વારા કોરોનાવાયરસ સામે અનલોક-૧ શરૂ થતા તાલુકા તથા જિલ્લા મથકોને જોડતિ એસટી બસો લોકલ ઇન્ટરસિટી એકસપ્રેસ બસો શરૂ કરાયેલ છે. તાલુકા તેમજ જિલ્લા મથકેઙ્ગ મુસાફરોના ટેમ્પરેચરની ચકાસણી કરાઈ છે.

એસ.ટી.તંત્ર દ્વારા મુસાફરોની સલામતી માટે બેની સીટમાં એક તેમજ ત્રણની સીટમાં બે પેસેન્જરોને બેસાડવામાં આવે છે. ઇન્ટરસિટી તથા એકસપ્રેસ બસોમાં તાલુકા મથકો સિવાયના નાના ગામડાઓ જેવા કે મીતાણા, નેકનામ, હડમતીયા, લજાઈ, ઓટાલાઙ્ગ વિગેરે ગામોના સ્ટોપ હતા ત્યાં બસ ઉભી રહેતી નથી.

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી કયારે પૂરી થશે તે નક્કી નથી. લોકડાઉન શરૂઆતથી જ છેલ્લા ચાર માસથી ગામડાના મુસાફરોને મુસાફરી માટે કોઈ સગવડતા મળતી નથી. ગામડાના લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે. કોરા ના વાયરસ ની મહામારી દિવાળી સુધી ચાલુ રહી શકે તેવી શકયતા છે.

હાલમાં એસટી બસો દોડે છે તેમાં ૩૦ પેસેન્જર લેવાના હોય તો પણ ખાલી રહે છે. એસટી તંત્રને નુકસાન થાય છે. તાજેતરમાં રાજકોટ ડીપો દ્વારા અનેક બસોના રૂટ બંધ કરાયા છે.

એસટી બસોમાં કંડકટરોને મુસાફરોની ચકાસણી માટે થર્મલ ગન પૂરી પાડવાની જરૂરિયાત છે. મુસાફરોના ટેમ્પરેચરની ચકાસણી બસ જયાંથી ઉપડે છે. ત્યાં તથા તાલુકા મથકે કરવામાં આવે છે. પરંતુ લાંબા રૂટની બસોમાં મુસાફરો અધવચ્ચે મુસાફરી પૂરી કરતા હોય ત્યારે પાંચ, દસ સીટો ખાલી રહે છે. આવી ખાલી સીટો માટે ગામડામાં એસટીઙ્ગ એ સ્ટોપ આપેલ છે ત્યાંથી કંડકટર મુસાફરોની થર્મલ ચકાસણી કરી બસમાં બેસાડી શકે.

થર્મલ ગનની કિંમત બે ત્રણ દિવસમાં જ આવેલ મુસાફરોની ટિકિટની આવકમાં સરભર થઈ શકે. ગામડાના લોકોને સગવડતા મળશે અને એસટી તંત્રનેઙ્ગ ધરખમ આવક થશે.

ટંકારા તાલુકાના લોકો પોતાના ગામના સરપંચોને એસ.ટી. બસો ચાલુ કરાવવા રજુઆતો કરે છે. ટંકારા તાલુકા સરપંચ એસોસિયેશન તથા માજી સરપંચ ધર્મેન્દ્ર ત્રિવેદી દુવરા, મુખ્યમંત્રી તથા એસ.ટી. નિગમના ચેરમેનને દરેક એસટી બસમાં કન્ડકટરોને મુસાફરોની થર્મલ ચકાસણી માટે થર્મલ ગન આપવાની માગણી કરેલ છે.(

(1:00 pm IST)