Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ભાવનગરમાં ૧૯૨ બોટલ વિદેશી દારૂ સગેવગે થાય ત્યાર પહેલા ઝડપી લીધો

ભાવનગર તા.૧૫ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન આનંદનગર, વિમાના દવાખાના રોડ પાસે આવતા જીતેન્દ્રસિંહ વજુભા ઝાલા અના. હેડ કોન્સ ને બાતમી રાહે હકિકત મળેલ કે ધનજીભાઇ ઉર્ફે ધનો લાલજીભાઇ મકવાણા રહે. આનંદ નગર,સંત રોહીદાસ નગર, બજરંગચોક, ભાવ નગરવાળાના રહેણાંક મકાનમા તેણે તથા અમીત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર રહે.મેર રેસીડન્સી ફલેટ,ભરત નગર, સીતારામચોક ભાવનગરવાળા બન્નેએ ભારતીય બનાવટનો દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આદ્યારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો એપિસોડ કલાસીક વિહસ્કીની બોટલ નંગ-૧૯૨ કિ.રૂ.૫૭,૬૦૦/-ની ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા ધનજીભાઇ ઉર્ફે ધનો લાલજીભાઇ મકવાણા રહે.આનંદનગર, સંત રોહીદાસનગર, બજરંગચોક, ભાવ નગરવાળાના રહેણાંક મકાનમા તેણે તથા અમીત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર રહે.મેર રેસીડન્સી ફલેટ, ભરતનગર, સીતારામચોક ભાવનગરવાળા બન્ને વાળા વિરૂધ્ધ્માં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાંગુન્હો નોંધાયેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથાએલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા હેડ કોન્સ.સાગરભાઇ જોગદીયા તથા હેડ કોનસ.મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ કલ્યાણસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા ડ્રા.પો. બ્રિજરાજસિંહ ગોહીલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

(11:39 am IST)