Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જામકંડોરણામા તાલુકામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ

જામકંડોરણા તાલુકામાં વધુ એક કેસ પોઝીટીવ આવ્યો  (તસ્વીર-મનસુખ બાલધા)

જામકંડોરણા તા.૧પ : તાલુકામાં મંગળવારે વધુ એક કેસ કોરોના પોઝીટીવ નોંધાયેલ છે. જામકંડોરણા તાલુકાના જશાપર ગામના હંસાબેન પ્રવિણભાઇ પારધી (ઉ.૪૬) નામના મહિલાનો રીપોર્ટ કોરોના  પોઝીટીવ આવેલ છે. જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો.સમીર દવે, મામલતદાર આર. જી. લુણાગરીયા, તાલુકા વિકાસ અધિકારી બી. આર.બગથરીયા સહિતના અધિારીઓએ સ્થળ ઉપર પહોંચી કામગીરી હાથ ધરી હતી આ સાથે અત્યાર સુધીમાં જામકંડોરણા તાલુકામાં કુલ પોઝીટીવ કેસનો આંક રપ પર પહોંચેલ છે.

(11:37 am IST)