Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની બેદરકારી

ચોટીલા અને થાનના ૩૭ ટેસ્ટીંગ અધૂરા ફોર્મના કારણે અમદાવાદ - રાજકોટ લેબમાંથી પાછા આવ્યા !!

વઢવાણ તા. ૧૫ : બે દિવસ પહેલા ચોટીલા અને થાનમાં કોરોનાના લક્ષણો જણાતા લોકોના ટેસ્ટ માટે નમુનાઓ લેવામાં આવ્યા હતા ત્યારે આ નમૂનામાંથી અમુકના અમદાવાદ લેબમાં કોરોના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને અમુક નમૂના રાજકોટ લેબમાં કોરોના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા ત્યારે આ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલ નમૂનામા અધૂરા અને અધૂરી વિગત હોવાના કારણે ૩૭ જેટલા ટેસ્ટિંગના નમુના પરત મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અધૂરી વિગતના કારણે ચોટીલા અને થાન વિસ્તારના ૩૭ નમુના પાછા આવતા ફરી ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી ફરી ટેસ્ટિંગ કરવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે ત્યારે વ્યકિતને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં આવા લોકો અનેક લોકોના સંપર્કમાં આવશે જેના કારણે જિલ્લામાં કોરોના સંક્રમણ સતત ફેલાતો રહેશે.

સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગનો અને ખાસ કરી દવાખાના સ્ટાફનો બેદરકારી ભર્યો કિસ્સો સામે આવવા પામ્યો છે જો આવી રીતે આવા બનાવ બનતા રહેતા હોય જિલ્લામાં આગામી સમયમાં કોરોના સંક્રમણ વધુ ભયજનક સપાટીએ ફેલાતો રહેશે અને અનેક લોકોની જિંદગી મોતમાં હોમાશે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીને આ બાબત ની પુરતી વિગતો મેળવવા ટેલિફોનિક વાતચીત કરવા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી ને ફોન લગાવવામાં આવ્યો હતો. આ ફોન અનેક પ્રયાસો બાદ પણ ઉપાડવામાં આવ્યો ન હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના નાકેસોની પુરતી વિગતો બહાર આવતી નથી.

જિલ્લામાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોનાના કારણે મૃત્યુઆંક પણ શહેરમાં ઊંચો જવા પામ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૧૬ લોકોના મોત થયા છે ત્યારે બીજી તરફ અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાડા ત્રણસોથી વધુ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે ત્યારે એક પ્રકારે લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે.(

(11:37 am IST)