Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મોરબીમાં બેંકની લાઇનમાં સીનીયર સીટીઝનોને અગ્રતા આપવા માંગણી

મોરબી,તા.૧૫: બેંકની લાઈનમાં સીનીયર સીટીઝનને અગ્રતા આપવામાં આવે તેવી માંગ સાથે સીનીયર સીટીઝન કાઉન્સીલ દ્વારા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સીનીયર સીટીઝન કાઉન્સીલ દ્વારા રીઝર્વ બેંકને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બેંકોની લાઈનમાં સીનીયર સીટીઝનને અગ્રતા આપવામાં આવતી નથી સીનીયર સીટીઝન કાઉન્સીલ પ્રમુખ બી કે લહેરૂએ વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સરકારી ચલણ ભરવા ગયેલ ત્યારે પણ યુવાનો લાઈનમાં હતા અને તેઓ એકમાત્ર સીનીયર સીટીઝન હતા છતાં સીનીયર સીટીઝનને એક કલાક લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી.

બીજા રાજયમાં સીનીયર સીટીઝનને અગ્રતા આપવામાં આવે છે અને ગુજરાત સરકારમાં પણ સીનીયર સીટીઝન અગ્રતા આપવા પરિપત્ર છે જેથી તેની અમલવારી કરવા દરેક બેંકમાં સીનીયર સીટીઝનને અગ્રતા મળે તેવી માંગ કરી છે.

(11:35 am IST)