Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સાવચેતી માટે ભાદર ૧ ડેમ ઓવરફલો થાય તે પહેલા ભાદર-ર નું પાણી ખાલી કરી દેવું જોઇએ, નહીતર ડુમિયાણીથી કુતિયાણા સુધી પાણી ફરી વળશેઃ મણવર

ઉપલેટા તા. ૧પ :.. રાજયના પાણી પુરવઠા મંત્રી અને રાજકોટ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ બળવંતભાઇ મણવરે જણાવેલ છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆતથી સૌરાષ્ટ્રમાં ખુબ જ વરસાદ થયો જેને કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ ઓવરફલો થયા એ પૈકીનો ભાદર ર ઓવરફલો થયો છે તેમજ ભાદર ૧ ડેમમાં પણ પાંચથી સાત ફુટ નવુ પાણી આવ્યુ છે જયારે ભાદર ૧ ડેમ ઓવરફલો થાય ત્યારે ભાદર ર ડેમમાં ખુબ જ પાણી આવે છે આવા સંજોગોમાં સાવચેતી જાળવી ભાદર ર ડેમનું પાણી ખાલી કરી નાખવુ જોઇએ અને ભાદર ૧ ડેમનું પાણી જયારે ભાદર ર ડેમમાં આવે ત્યારે તે પાણી ખાલી હોય તો સમાઇ જાય ત્યારે ભાદર ૧ ડેમ ઓવરફલો થાય તે પહેલા ભાદર -ર ના પાણી ખાલી કરી નાખવુ જોઇએ ર૦૧પ માં ભાદર-ર ના ડેપ્યુી ઇજનેર કે સુપર વાઇઝરોએ ભયંકર ભુલ કરી હતી ભાદર -ર ડેમના દરવાજા ખોલ્યા જ નહી અને ભાદર-૧ નું પાણી આવવા દીધુ જેને કારણે ભાદર-ર ના બધા જ દરવાજા ખોલી નાખ્યા તેનાથી આ ડેમના નીચેના કાંઠાના ડુમીયાણીથી - કુતિયાણા સુધીના ગામોમાં પુરના પાણી ફરી વળ્યા તેમાં માછલીનો શિકાર કરતી હોળીને બચાવવા માટેનું કારણ હતું પણ સાવચેતીરૂપે અગાઉ દરવાજા ખોલી નાખવા જોઇએ પણ જે તે સમયે તેમ ન કરતા ખેડૂતોની લાખો એકર જમીનનું ધોવાણ થયુ ઉભો પાક તણાઇ ગયો તે સમયે ઇન્કવાયરી કરાવી માહિતી ધારા હેઠળ માહિતી માંગી પરંતુ ડેમના સ્થળ ઉપરના રજીસ્ટરમાં જે કલાકે કલાકે ની સ્થિતિની નોંધ થતી એ બધી નોંધ બદલીને નવુ રજીસ્ટર બનાવી કર્મચારીએ રેકર્ડ સાથે છેડછાડ કરી બચાવ કર્યો આ બાબતે રૂબરૂ માણસ મોકલતા માહિતી મળી ત્યારે આવતા દિવસોમાં આવો બનાવ રીપીટ ન થાય તે માટે ડેમ ઉપર જવાબદાર કાર્યદક્ષ કર્મચારીને મુકવા જોઇએ ભાડાના માણસો મુકશો તો ફરીથી ભયંકર ખુવારી થશે ર૪ કલાક સ્ટેન્ડ-અપ નિરીક્ષણ થવુ જોઇએ અને ડેમના પાણીની પરીસ્થિતિ મુજબ સંકલન થવુ જોઇએ જેવું ભાદર-૧ ડેમમાંથી પાણી છોડે અને તે પાણી ભાદર-ર ડેમમાં પહોંચે તે પહેલા દરવાજા નદીમાં છોડી દેવુ જોઇએ આવી કડક સુચના અધિકારી કે કર્મચારીને આપવી જોઇએ.

(11:35 am IST)