Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મોટી પાનેલીના હર્ષ લુક્કાએ કોરોનાને મહાત આપી

બાર દિવસ પહેલા મુંબઇથી વતન આવેલ

મોટી પાનેલી,તા.૧૫: ગત તારીખ બે જુલાઈના રોજ લોહાણા વેપારી પરિવાર મુંબઈથી તેમના માદરે વતન પાનેલી આવ્યા હતા આવતાની સાથેજ પરિવારના તમામ સભ્યોએ ટેસ્ટ કરાવેલ જેમાં પરિવાના ચાર સભ્યોમાંથી કિશોર વયના હર્ષ દીપકભાઈ લુક્કાને પોઝેટીવ રિપોર્ટ આવતા તેમને રાજકોટ સિવિલ માં સારવાર અર્થે મોકલી દેવામાં આવેલ જયાં સારવાર ના અંતે બે દિવસ માંજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં કોરોનટાઇન કરેલ ત્યાં બીજા દસ દિવસ નિગરાનીમાં રાખવામાં આવેલ જયાં પણ કોઈ લક્ષણ સામે ના આવતા હર્ષ લુક્કાએ ખુબજ ઝડપ થી કોરોના ને મહાત આપી દ્યરવાપસી કરેલ છે જેને લીધે પરિવાર ના તમામ સભ્યો સાથે અડોસ પાડોસ ના તમામ લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા અને હર્ષને ઉંચકી લીધો હતો માતા પિતા તથા દાદા ની આંખમાં થી ખુશીના આંસુ વહ્યા હતા.(

(11:34 am IST)