Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સુરેન્દ્રનગર : કોરોનાનો કહેર : વધુ ૨૪ કલાકમાં ૧૫ કેસો

૮૧% સોસાયટીમાં કોરોનાના કેસો નોંધાયા : રાજકોટ સિવિલમાં વધુ એક સુરેન્દ્રનગરની મહિલાએ દેહ વિલાપ કર્યો : અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત

વઢવાણ તા. ૧૫ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામેલ છે ત્યારે ગઈકાલે પણ ૧૫ નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. કોરોના બાબતે હાહાકાર મચી જવા પામ્યો છે. શહેરી વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં કોરોના સંક્રમણનો ખતરો સૌથી વધુ રહેવા પામ્યો છે.

વઢવાણ રતનપર જોરાવરનગર એસી ફુટ રોડ અને આજુબાજુના શહેરી વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા જઈ રહ્યા છે ત્યારે એક સર્વે અનુસાર શેહેરી વિસ્તારની ૮૧ ટકા સોસાયટીઓમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોના દર્દીઓ સંક્રમિત બન્યા છે ગઈકાલે આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા..

સુરેન્દ્રનગર શહેરના (૧) ઘાંચીવાડ વિસ્તારમાં રહેતાં ૫૨ વર્ષના પુરૂષ (૨) વોરાની ગલીમાં રહેતાં ૬૮ વર્ષના પુરૂષ (૩) અબોલપીર ચોકમાં રહેતાં ૬૫ વર્ષના પુરૂષ (૪) બસ સ્ટેન્ડ પાસે રહેતાં ૪૧ વર્ષના પુરૂષ (૫) ધોબી સોસાયટીમાં રહેતી ૬૦ વર્ષની મહિલા (૬) ધોબી સોસાયટીમાં રહેતાં ૭૪ વર્ષના પુરૂષ (૭) ઉદ્યોગનગરમાં રહેતાં ૫૭ વર્ષના પુરૂષ (૮) ઉદ્યોગનગરમાં રહેતી ૨૩ વર્ષની મહિલા (૯) લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતાં ૬૫ વર્ષના પુરૂષ (૧૦) શકિતપરા વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષની મહિલા (૧૧) વઢવાણ શહેરી વિસ્તારમાં રહેતી ૫૪ વર્ષની મહિલા (૧૨) વઢવાણ ખારવાની પોળ વિસ્તારમાં રહેતાં ૫૦ વર્ષના પુરૂષ (૧૩) ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતાં ૭૩ વર્ષના પુરૂષ (૧૪) ધ્રાંગધ્રા વાણીયા શેરીમાં રહેતાં ૫૦ વર્ષના પુરૂષ(૧૫) ચુડા તાલુકાના ચોકડી ગામની ૨૬ વર્ષની મહિલા સહિત કુલ ૧૫ વ્યકિતઓને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.ઙ્ગ

ત્યારે  શહેરી વિસ્તારમાં રહેતા વર્ષાબેન શેઠ નામના મહિલાનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજયું છે. અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના પગલે ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બે દર્દીઓના મોત નિપજયા હતા. અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કારણે ૧૬ જીંદગીઓ મોતનાં હોમાઇ છે.

જયારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૩૬૫ ઉપર પહોંચ્યો હતો ત્યારે બીજી તરફ મૃતક આંક ૧૬ એ પહોંચ્યો છે. જયારે આરોગ્ય વિભાગની ટીમે તમામ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં જઈ સંપર્કમાં આવેલ લોકોને કવોરન્ટાઈન કર્યા હતાં અને રહેણાંક વિસ્તારોમાં સેનેટાઈઝેશન સહીતની કામગીરી હાથધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ અટકે તે માટે વ્યવસ્થિત રીતે દર્દીઓને સારવાર મળી દર્દીઓ સાજા બંને સામે મોત ની સંખ્યામાં જિલ્લામાં ઘટાડો થાય તે હેતુથી રાજય આરોગ્ય સચિવ દ્વારા જિલ્લાના કોરોનાના દર્દી સાજા કરવા અને કોરોના સંક્રમણ અટકાવવા જે ચીજ વસ્તુઓની જરૂરિયાત છે તેથી વસ્તુઓ તાત્કાલિકપણે પહોંચાડવામાં આવશે તેવું આરોગ્ય સચિવ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી અને આરોગ્ય વિભાગ ના અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું અને કોઇ પણ સંજોગમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ કે તેવા કાર્યો કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

ત્યારે હવે પ્રશ્ન એ રહ્યો કે પ્રશાસન વિભાગ ફરી એક વખત એકિટવ મૂડ માં થશે? કે સુરેન્દ્રનગરજિલ્લામાં આગામી સમયમાં પણ આ જ રીતે કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધતા જશે જેના ઉપર હાલમાં અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.

(11:34 am IST)