Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

પોરબંદરની બંધ મીડલ સ્કુલની જર્જરિત હાલતઃ મેદાન કચરો ફેંકવાની જગ્યા બની

પોરબંદર,તા.૧૫:વર્ષોથી બંધ હાલતમાં રહેલ મીડલ સ્કુલનું બિલ્ડીંગ જર્જરિત બન્યું છેે. સ્કુલનું મેદાન કચરો ફેંકવાની જગ્યા બની ગઇ છે.

 દેશી રજવાડાં ના સમય માં પોરબંદર ના રાજવી સ્વ. મહારાણા નટવર સિંહજી સગીર વયના ઉંમર હતા. તે સમયે શાસન માટે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ વહીવટ ચલાવવા એડમિનિસ્ટ્રેટરની નિમણુક કરવામાં આવતી અને તેઓના માર્ગદર્શન દ્વારા વહીવટી શાસન પોરબંદરનુ ચાલતું આ સમય ગાળામાં હેનકોક નામ ના એડમિનિસ્ટ્રેટર ને નિમણૂક કરવામાંઙ્ગ આવેલ અને તેઓશ્રી ની યાદ માં હેનકોક મેમોરિયલ સ્કૂલ માધ્યમિક ધોરણે પોરબંદર રાજવીએ શરૂ કરેલ હતી.

પોરબંદરના રાજવી જેઠવા વંશના છે અને પ્રથમથી જ શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવે છે જેથી શિક્ષણ સ્થળ દેશી રજવાડાના સમયમાં ઉચ્ચતર ગણાતું એટલું જ નહીં આ રાજવીઓએ નાના નાના એટલે કે ફૂટપાથ પર રહેનારા વર્ગનીઙ્ગ ખરી ચિંતા કરી છે અને તેમના બાળકોની પણ શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન હાથ ધરેલ, અને નજીવી ફિમાં માધ્યમિક ધોરણ નું ઉચ્ચતર શિક્ષણ હેનકોક મેમોરિયલ મિડલ સ્કૂલમાં આપવામાં આવેલ. આ મિડલ સ્કૂલમાં સેંકડોઙ્ગ વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરી ઉચ્ચ પદ સુધી પહોંચેલ છે હવે સરકાર પણ સારું સ્થળ મોભાદાર પદ સંભાળે છે. અને આજ પણ કેટલાક વિદ્યાર્થીઓ વર્તમાન અને ભૂતકાળ ને વાગોળે છે.

એક સદી ને આરે પહોંચેલી હેનકોક મેમોરિયલ મિડલ સ્કૂલ સરકારની આંખ આડા કાન કરવાની વૃત્ત્િ।ને કારણે આ શાળા બંધ થઈ અને ખંડેરમાં ઇરાદાપૂર્વક સરકારે આંખ આડા કાન કરી ધ્યાન આપતી નથી ત્યારે આ શાળા ખંડેર બની રહી છે.

ઙ્ગ રાઇટ ટુ એજયુકેશન નો કાયદો સરકારે અમલમાં મૂકયો છે નાના વર્ગને અને ફૂટપાથ પર રહેનારા વર્ગને પણ ઉચ્ચતર અભ્યાસ વિનામૂલ્યે કરી શકે તે માટે આ કાયદો તે માટે અમલમાં છે .અનેક વખત વિદ્યાર્થીઓએ વાલીઓએ સંસ્થાઓએઙ્ગ આ શાળા પૂર્ણ ચાલુ કરવા રજૂઆતો કરી અને કરતા આવે છે છતાં સરકાર શિક્ષણ પ્રત્યે કોઈ પણ જાતનું ધ્યાન આપતી નથી જરૂરીયાત મંદને લાભ મળતો નથી.

આ બંધ શાળા હેનકોક મેમોરિયલ મિડલ સ્કૂલ જિલ્લા પંચાયત ના વહીવટમાં જિલ્લા શિક્ષણ અધિકારી માં છે પણ અનેક રજૂઆતો કર્યા બાદ, આરટીઆઇ કર્યા હોવા છતાં, લોકોની માંગણી હોવા છતાં અધિકારી આ બંધ હાલતમાં હેનકોક મેમોરિયલ મિડલ સ્કૂલ પુન શરૂ કરવા ધ્યાન અપાતુ નથી. અને મફત એજયુકેશનના લાભ થી લોકોને અને ભાવિ પેઢીને દૂર રાખે છે આ શાળાની આવતા જુઓ કમ્પાઉન્ડમાં સફાઈ ન થતી હોય તથા લોકો આ કચરો એકત્ર કરવાનું આ જમીન હોય તેઓ જણાય છે ગંદકી  પ્રદૂષણ ઉભા થયેલ છે.(

(11:44 am IST)