Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ખંભાળીયા મનન હોસ્પિટલ, રાજકોટના આર્થિક સહયોગથી રેડક્રોસ દ્વારા માસ્ક વિતરણ

ખંભાળીયાઃ કોરોનાની મહામારી જ્યારે સમગ્ર દેશમાં ફેલાઇ રહી છે. ત્યારે રાજકોટની હંમેશા સેવાકીય કાર્યોમાં અગ્રેસર મનન હોસ્પિટલ વાળા ડો. નિતનભાઇ લાલએ એક હજાર નંગ માસ્ક શહેરમાં વિતરણ કરવા માટે રેડક્રોસ ખંભાળીયાને મોકલ્યા હતા. આ માસ્કનું રેડક્રોસ દ્વારા શ્રી મહાપ્રભુજીની બેઠકજી, શ્રી દ્વારકાધીશજીની હવેલી, શ્રી રામનાથ મહાદેવ મંદિર, કોટ એરીયા સહિતની જુદી-જુદી જગ્યાએ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરણ વ્યવસ્થા રેડક્રોસના ડિસ્ટ્રીકટ ચેરમેન કિરીટ મજીઠીયા દેખરેખ ભરતભાઇ છગ,રીટાબેન છગ, મહેશભાઇ રાડીયા, તથા આકાશ ભાયાણીએ સંભાળી હતી. આ કિરીટભાઇ મજીઠીયા અને રેડક્રોસ ખંભાળીયાએ ડો.નિતીનભાઇ લાલનો આભાર વ્યકત કર્યો હતો. (તસ્વીર-અહેવાલઃ કિશોર લાલ-ખંભાળીયા)

(11:23 am IST)