Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જામજોધપુરના ધુનડામાં ૩, પરડવા-ભણગોર-બોટાદમાં રાા ઇંચ

વિંછીયા-ગઢડા-અલીયાબાડા-વડિયામાં એક ઇંચ : મિશ્ર હવામાન સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસતો વરસાદ

તસ્વીરમાં ગોંડલમાં છવાયેલા વાદળા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૧પઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ સાથે હળવો-ભારે વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.

ગઇકાલે પણ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ૩ ઇંચ સુધીનો વરસાદ પડયો હતો.

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટાથી ૩ ઇંચ વરસાદ ખાબકયો હતો.

હવામાન ખાતાએ તારીખ ૧૬ અને ૧૭ના વરસાદની આગાહી કરી છે. આકાશમાં વાદળોની આવજા વચ્ચે છુટો છવાયો બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અત્યારે જયાં વરસે છે ત્યાંના ખેડૂતોને આનંદ છે, કારણ કે, જે પાણી પડે છે તે વાવેતર માટે ઉત્તમ ફાયદાકારક છે.

જામનગર

જામનગર : જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે મેઘમહેર થઇ હતી, જેમાં જામજોધપુર તાલુકાના ધુનડામાં ૩ ઇંચ, પરડવા અને લાલપુરના ભણગોરમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો.

જુનાગઢ

 જુનાગઢઃ જુનાગઢ, ભેસાણ, મેંદરડા અને માણાવદરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.

બોટાદ જીલ્લાના બોટાદમાં અઢી, ગઢડામાં ૧ ઇંચ અને બરવાળામાં ઝાપટા વરસ્યા હતાં.

ભાવનગર

ભાવનગર : ભાવનગર જીલ્લાના ગારીયાધારમાં ૧ ઇંચ, પાલીતાણા અને ભાવનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે ઉમરાળા, મહુવા, વલ્લભીપુર, શિહોર, જેશરમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

અમરેલી

અમરેલી : અમરેલીના વડીયા અને લીલીયામાં પોણો ઇંચ, બાબરા અને અમરેલીમાં અડધો ઇંચ તથા ખાંભા તથા જાફરાબાદમાં ઝાપટા પડયા છે.

કચ્છના અંજાર, માંડવી તથા ગીરસોમનાથના સુત્રાપાડા અને રાજકોટ જીલ્લાના જસદણ, જામકંડોરણા, કોટડાસાંગાણીમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

ધોરાજી

ધોરાજી : ધોરાજીમાં દે ધનાધન દોઢ ઇંચ વરસાદ પડયો હતો. ધોરાજીમાં છેલ્લા ૮ દિવસ થયા વરસાદ પડેલો ન હતો. ખેડૂતોએ પોતાના ખેતરોમાં સાતી ચલાવીને ઘાસ કાપીને નિંદામણ કરીને વરસાદની રાહ જોતા હતાં એવામાં ધોરાજી અને આજુબાજુના વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ વરસાદ થતાં ખેતરોમાં જાણે કાચું સોનું વરસ્યું ખેડુતો રાજી થયા હતાં અને મેઘરાજાને આવકાર્યા હતાં. નાના મોટા ચેકડેમો છલકાઇ ગયા હતાં એની ઉપરથી પાણી ચાલુ થઇ ગયું હતું. ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં ાસારા ચોમાસાને લઇને કપાસ મગફળી તેલીબિયા અને કઠોળ પાકોનું વાવેતર થયેલ છે. આ વર્ષે મગફળીનું વાવેતર સૌથી વધારે થયેલ છે. હાલ તમામ પાકોમાં કોઇ રોગચાળો નથી એને મોલ સારા છે એમ ખેડૂતોએ જણાવ્યું હતું.

(11:23 am IST)