Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગોંડલમાં સવા દસ લાખનો દારૂ ઝડપાયો

રાજકોટના ધવલ સાવલિયાએ ભાડે રાખેલ ગોડાઉનમાં રૂરલ એલસીબી ત્રાટકી : આરોપી ફરાર : ૩૪૨૦ બોટલ કબ્જે

ગોંડલ તા. ૧૫ : ગોંડલ શહેર તેમજ આ પંથક વિદેશી દારૂનું પીઠું બનવા તરફ જઇ રહ્યું હોય રોજ રોજ પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા દારૂ અંગેના દરોડા પાડવામાં આવી રહ્યા હોવા છતાં પણ બુટલેગરોએ હાર માની ન હોય વધુને વધુ સ્ટોક એકઠો કરી રહ્યા હોય ત્યારે અત્રેના ઉમવાડા રોડ પર આવેલા ભાડાના ગોડાઉનમાં એલ.સી.બી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો એલસીબી પીઆઇ એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, બ્રિજરાજસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, મયુરસિંહ જાડેજા, રહિમભાઇ દલ તથા ડ્રાઇવર નરેન્દ્રભાઇ દવે સહિતનાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલી હકિકત આધારે ધવલભાઇ રશિકભાઇ સાવલીયા (રહે- રાજકોટ, કોઠારીયા રોડ, સ્વાતિ પાર્ક વાળા)એ ભાડેથી રાખેલ પોતાના ભોગવટાનું ગોંડલમાં મોટા ઉમવાડા રોડ ઉપર આવેલ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદે રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ EPISODE GOLD WHISKYની કુલ બોટલો નંગ-૩૪૨૦ કિ.રૂ. ૧૦,૨૬,૦૦૦નો મુદામાલ પકડી પાડ્યો હતો. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરિક્ષકશ્રી સંદિપ સિંઘ તથા રાજકોટ જિલ્લા ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાની સૂચના મુજબ આ કાર્યવાહી કરાયા પછી આરોપી ફરાર હોઇ તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

(11:22 am IST)