Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જામનગર જી.જી. હોસ્પિટલના વધુ એક તબીબને કોરોના

અત્યાર સુધીમાં ૧૬ ડોકટરો મહામારીના ઝપટે ચડી ગયાઃ ગઇ કાલના ૧૧ કેસ સાથે કુલ કેસ ૨૭૧

જામનગર,તા.૧૫: જામનગરની જી.જી.હોસ્પિટલમાં વધુ એક ડોકટર કોરોના ની ઝપટે ચડી ગયા છે.અત્યાર સુધીમાં ૧૬ તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જામનગર જી.જી હોસ્પિટલ ના ૨૨ વર્ષીય રેસિન્ડન્ટ ડોકટરને કોરોના પોઝિટિવ આવ્યો છે આમ ૧૬માં ડોકટરને પોઝિટિવ કોરોના થયો છે.

કાલે જામનગર શહેરમાં રાત્રે નોંધાયેલ ૧૧ કોરોના પોઝીટીવ કેસની વિગત આવ્યા હતા. જેમાં વિરલભાઇ મોદી વર્ષ ૨૯ પુરૂષ, પટેલ કોલોની શેરી નં. ૮ રોડ નં.૧ જામનગર. પ્રવિણભાઇ રામજીભાઇ ચૌધરી (વર્ષ ૨૨) ૪ બોયઝ હોસ્ટેલ જીજી હોસ્પિટલ જામનગર. દક્ષાબેન જગદીશભાઇ વ્યાસ (વર્ષ ૬૭) કુંભારવાડો, કાલાવડ નાકા બહાર આર્ય સમાજ પાછળ, સુરેશ પરસોત્તમભાઇ સોનેચા (વર્ષ ૫૫) ૬/૧ પટેલ કોલોની. જીતેન્દ્ર દયાળભાઇ વારા (વર્ષ ૫૩) રાજમોતી ટાઉનશીપ, મોહન નગર ગુલાબનગર, સુરેશભાઇ રામજીભાઇ દેવાણી (વર્ષ ૭૦) શરૂ સેકશન રોડ, મહાવીર સોસાયટી. નરેશભાઇ મોહનભાઇ ખાજવાણી (વર્ષ ૫૦) જાગૃતી એપાર્ટમેન્ટ ખંભાળીયા નાકા પાસે. જયોતીન્દ્ર વોરા (વર્ષ ૬૯) કાજી ચકલો વાણીયાવાડ, કુંદનબેન રાજેશભાઇ ખેતાણી (વર્ષ ૪૬) ગાયત્રી સ્કુલ પાસે, પંકજ સોસાયટી, રામેશ્વર નગર. ગુલાણી વિમલભાઇ પ્રવિણભાઇ (વર્ષ ૩૮) ઓઝાનો ડેલો મોટી હવેલી પાસે.ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

જામનગર શહેરમાં નોંધાયેલ કુલ કેસ ૨૭૧ થયા છે.(

(1:20 pm IST)