Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ભુજમાં ગુમ થયેલા યુવાનની હમીરસર તળાવમાંથી લાશ મળી

(ભુજ) ભુજમાં સથવારા વાસમાં રહેતા અને બે દિવસ પહેલા ગુમ થયેલા ૩૫ વર્ષીય યુવાન સંજય કિશોર સથવારાની લાશ હમીરસર તળાવમાંથી મળી આવી હતી. 

મૃતક યુવક ડિપ્રેશનના કારણે માનસિક અસ્વસ્થ હોવાનું તેના પરીવરજનોએ જણાવ્યું છે. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

(9:43 am IST)