Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

અમરેલી જિલ્લામાં વધતું કોરોના સંક્રમણ : તંત્ર દ્વારા ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવા નિર્ણંય

સુરત અમદાવાદના તમામ પેસેન્જરોને ત્યાં ચકાસણી કરવામાં આવશે.

 

અમરેલી જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કેસમાં વધારો ખાસ કરીને સુરત અને અમદાવાદથી આવતા પ્રવાસીઓનું સંક્રમણને કારણે થયો હોવાથી અમરેલી વહીવટીતંત્રએ આવતીકાલથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવાનું કરવાનો નિર્ણય કર્યો છે.

અમરેલી જિલ્લામાં 13-5-2020ના રોજ પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને જૂન મહિનો શરૂ થતાં કેસમાં સતત વધારો થયો અને જુલાઈ મહિનાના આજ સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો આશરે 200ની આસપાસ આવ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્રએ કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે અને મૃત્યુ દર ઘટાડી શકાય તેવા હેતુસર આવતીકાલે એટલેકે તારીખ 15 જુલાઈથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવશે. ચેકપોસ્ટ પર આવનારા સુરત અમદાવાદના તમામ પેસેન્જરોને ત્યાં ચકાસણી કરવામાં આવશે. અને ચકાસણી બાદ શંકાસ્પદ હોય તે જરૂરી હોય તો તેને સીધા કોવિડ હોસ્પિટલ લઈ જવામાં આવશે જેના કારણે સંક્રમણ પણ અટકાવી શકાય અને સમયસર સારવાર મળે તો દર્દીને મૃત્યુ માંથી બચાવી શકાય। જેની માહિતી જિલ્લા કલેકટરે આજે પત્રકારો સમક્ષ આપી હતી.

(12:57 am IST)
  • ખ્રિસ્તી સાધ્વી ઉપર રેપ કરનાર બીશપ ફ્રેંકોને કોરોના વળગ્યો : કેરળમાં ખ્રિસ્તી ધર્મની એક સાધ્વી ઉપર બળાત્કાર કેસમાં સંડોવાયેલ પૂર્વ બિશપ ફ્રેંકો મલકકલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેને હોમ કોરન્ટાઇન કરી સારવાર અપાય છે. સોમવારે કેરળની અદાલતે તેના જામીન રદ કરી નાખ્યા છે. પોલીસ તેની ધરપકડ માટે બીન જામીન લાયક વોરંટ સાથે જલંધર જશે. access_time 2:49 pm IST

  • ઓહોહો...સુરતમાં એક જ દિવસમાં ૨૯૧ કેસ : ૨૦ના મોતથી હાહાકાર : સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છેઃ એક જ દિવસમાં અધધ...૨૯૧ કેસો નોંધાયા છેઃ જયારે ૨૦ના મોત નિપજયા છેઃ વૃધ્ધો માટે કોરોના ઘાતક બની રહ્યો છેઃ સુરતમાં ૧ જુલાઈથી આજદીન સુધીમાં ૧૮૧ લોકોના મોત નિપજયા છે access_time 3:57 pm IST

  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ તરીકે ભક્તિનગર પીઆઇ વી,કે,ગઢવીની નિમણુંક : ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ,એમ, ગઢવીની આઇબીમાં બદલી થતા પીઆઇ વી,કે, ગઢવીને ક્રાઇમ બ્રાન્ચમાં મુકાયા access_time 12:14 am IST