Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી

ધાર્મિક સ્થાનો ઉપર ભાવિકોની ભીડ જામશેઃ ગુરૂજીના આશિર્વાદ લઇને શિષ્યો ધન્યતા અનુભવશે

રાજકોટ તા.૧પ : કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂપુર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવશે અને ધાર્મિક સ્થાનો ઉપર ભાવિકોની ભાડે જામશે અને ગુરૂજીના આશિર્વાદ લઇને શિષ્યો ધન્યતા અનુભવશે.

વિંછીયા

વિંછીયા વિંછીયા તાલુકાના સમઢીયાળા રાબાના ગામમાં ધારેશ્વર મહાદેવ મંદિરમાં તા.૧૬ને મંગળવારના ગુરૂપુર્ણિ સતપુરણધામ-ધુમ પૂર્વક ઉજવાશે આ પ્રસંગે ગુરૂપુજન સવારે ૧૦ વાગે, બપોરના ૧ર કલાકે મહાપ્રસાદનુ આયોજન કરાયું છ.ે આ પ્રસંગેના મુખ્ય યજમાન પીયુષભાઇ નરશીભાઇ મકવાણા બગોદરાવાળા રહેેશે આ પ્રસંગે મહંત કનૈયાગીરી ગુરૂમણીગીરીજીની નિશ્રામાં ઉજવાશે.

જામજોધપુર

જામજોધપુરઃ તાલુકાના ધુનડા ગામે આવેલ સત્યુસધામ આશ્રમ મુકામે તા.૧૬ ગુરૂપુર્ણિમાંના દિવસે રાત્રે ૯-૩૦ કલાકે પ્રસિદ્ધ કલાકાર દેવરાજભાઇ ગઢવીનો ભવ્ય લોકડાયરો યોજાશે.

જામનગર

જામનગરઃ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટે અષાઢ સુદ પુનમ તાઉ૧૬ને મંગળવારના રોજ શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમાં ઉત્સવનું  આયોજન કરેલ છે આ મહોત્સવ શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિર, લાલપુર બાયપાસ ચોકડી, રાજકોટ ૯૦ કી.મી. માઇલસ્ટોન પાસે આવેલ શ્રી રામેશ્વરાનંદજીના આશ્રમ ખાતે સવારે ૬ કલાકે ભકતો, સેવકો તથા શિષ્યોનું આગમન, પ્રાતઃ આરતી સવારે ૬-૩૦ કલાકે, ગુરૂપુજન (શિષ્યો માટે) ૯ થી ૧૧ કલાકે પ્રસાદ બપોરે ૧ર થી શરૂ અને સદ્દબોધ સ્વામીજી તરફથી બપોરે ૩ થી ૪ સુધી ત્યારબાદ બપોરે ૪-૩૦ કલાકે સમાપન મુજબ કાર્યક્રમ રહેશે જેમાં આપણા પુજય સ્વામી શ્રી રામેશ્વરાનંદજીનું ગુરૂ તરીકેનું ઋણ અદા કરીશું.

જામનગર સાવીત્રી ભૂવન

જામનગર : કાલે ગુરૂપૂર્ણીમાના પવિત્ર પ્રસંગે સરૂ સેકશન રોડ, જી.એમ.બી. બિલ્ડીંગની બાજુમાં અમારા કેન્દ્ર સાવિત્રી ભુવનમાં સવારે ૧૦ થી ૧૦-૩૦ સમાધિ સમીપ સમુહઘ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ ભકિતસંગીતનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમાં જામનગરના સુપ્રિસિદ્ધિ કલાકારો સંગીતકાર લક્ષ્મણભાઇ ગુસાઇ તથા સાથી વૃંદ અને નલીનભાઇ ત્રિવેદી ભકિતગીતો રજુ કરશે, તો તેમાં સર્વે મેમ્બર્સ ઉપરાંત સર્વે અધ્યાત્મ પ્રેમી ભાઇ-બહેનોને પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.

રાજુલા

રાજુલાઃ ગુરૂઆદેશ આશ્રમ છતડીયા રોડ પર મહંત લાભેશ્વરીદેવીના સાનિધ્યમાં તા.૧૬ને મંગળવારના દિવસે રાજુલા પટેલ વાડી મુકામે ગુરૂપૂર્ણીમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે ૮ વાગ્યે ગુરૂપુર્ણિમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે ૮ વાગ્યે ગુરૂ પુજન, બપોરના ૧ર વાગ્યે ફુલઆહાર જેના દાતાશ્રી પ્રતાપભાઇ મંગળસીકા તથા મનુભાઇ વણઝારા, મગનભાઇ બાલધા, ભનુભાઇ તેમજ સાંજે ૭ કલાકેથી મહાપ્રસાદ (ભોજન)તેમજ રાત્રે ૧૦ કલાકે સંતવાણી ડાયરો રાખવામાં આવેલ જેમાં સરજુ મહારાજ ગ્રુપ દ્વારા રમઝટ બોલાવવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા બાબુભાઇ માધાભાઇ દેસાઇ તેમજ કાળુભાઇ સાવલીયા છે તો, સૌ ધર્મપ્રેમી ભાઇઓ, બહેનો તથા સેવક મંડળ પધારવા મહંત લાભેશ્વરીદેવી તથા સરજુબાપુ તબલાવાદક તથા સેવક ગણ દ્વારા ભાવભર્યુ આમંત્રણ આપેલ છે તો સૌએ પટેલ વાડી બસ સ્ટેન્ડ પાસ રાજુલા ખાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

જામનગર શ્રી સાંઇ માહેશ્વર ચિકિત્સા સેવા મંડલ

જામનગરઃ શ્રી સાઇ મહેશ્વર ચિકિત્સા સેવા મંડલ તરફથી શ્વાસ રોગથી પીડિત દર્દીઓ માટે વિના મુલ્યે શ્વાસ રોગ નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન ફલ્ગુનીપૂર્ણિના રોજ મંગળવારે તા.૧૬ રાત્રે ૯-૩૦ વાગ્યે (૧) શ્રી શિરડી સંઇ ધામ, બાલનાથ મહાદેવ મંદિર, મોરકંડા રોડ, કાલાવડ નાકા બહાર, જામનગરમાં અને (ર) શ્રી શિરડી સાંઇ બાબા મંદિર, ગાંધીનગર, જામનગરમાં આયોજન કરવામાં આવેલ છે.

આયુર્વેદના નિષ્ણાંતો દ્વારા નિર્મિત ઓષધીય યોગને વિશિષ્ટ પ્રકારથી નિર્મિત ખીર સાથે સેવન કરાવવામાં આવશે. આયુર્વેદના નિષ્ણાંત વૈદ્યરાજો દ્વારા રોગીઓની સંપુર્ણ તપાસ કરી રોગીઓને પથ્યાપથ્ય (ખાવા પીવા અંગેની પરેજી)ની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે.

આ ઔદ્યધીયુકત ખીરનું સેવન દર્દીઓને ખાલી પેટ કરવાનું હોવાથી દર્દીઓને આથી સુચના આપવામાં આવે છે કે બપોર ભોજન કર્યા પછી ખાલી પેટ રાત્રે કેમ્પમાં હાજર થવું. વધુ માહિતી માટે શ્રી સાંઇ મહેશ્વર ચિકિત્સા સેવા મંડળના પ્રમુખ મોતીલાલ દાસવાણી મો.૯૪ર૭પ ૭૪૪૪૧ અથવા ઉપપ્રમુખ ડો. ઉમંગ પંડયા મો.૯૯૯૮૯ ૭૩પર૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

(4:01 pm IST)