Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

અમેરિકાના વર્લ્ડ સ્કાઉટ જાંબોરીમાં ભાવનગરનાં ત્રણ આઇ.એસ.ટીની પસંદગી

સચદેવ પ્રશાંત, સચદેવ સચીન અને ત્રિવેદી ઓમ અમદાવાદથી દુબઇ થઇ વોશીંગ્ટન પહોંચશે

ભાવનગર :આગામી ૨૨ જુલાઇથી ૨ ઓગષ્ટ દરમ્યાન વેસ્ટ વર્જીનીયા યુ.એસ. ખાતે વર્લ્ડ સ્કાઉટ જાંબોરી યોજાઇ રહી છે. સ્કાઉટ ઓફ અમેરિકા, કેનેડા અને સ્કાઉટ એસોસીએશન ઓફ મેક્સીકો દ્વારા આયોજીત આ જાંબોરી અન લોક ન્યુ વર્લ્ડ થીમ પર યોજાઇ રહી છે. ગુજરાતમાંથી સ્કાઉટ ગાઇડ અને આઇએસટીની પસંદગી કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરના ત્રણ આઇએસટી ટીમમાં પસંદગી પામ્યા છે. જેમાં સચદેવ પ્રશાંત, સચદેવ સચીન અને ત્રિવેદી ઓમ આ ટીમનાં મેમ્બર છે.

આઇએસટી સર્વિસ ટીમ રૂપ છે. અને તેઓ આ ઇન્ટર નેશનલ જાંબોરીમાં વિવિધ પ્રવૃત્તિમાં સહયોગી થતા હોય છે. અને કેમ્પ દરમ્યાન યોજાતી પ્રવૃત્તિમાં સ્કાઉટ ગાઇડને મદદરૂપ થતા હોય છે. જાંબોરી દરમ્યાન ગ્લોબલ વીલેજ, એનવાયરમેન્ટ, કેન્સર અવેરનેસ, ડીબેટ, કેમ્પફાયર, કુકીંગ, ફુડપ્લાઝા, ઇન્ડોર તેમજ આઉટડોર સાહસિક ગેઇમ, એડવેન્ચર એક ટીવીટી, નોટીંગ, પાયોનીયરીંગ વિગેરેથી સાથે જ્યારે રોવરીંગ (૧૮ થી ૨૫) વર્ષના યુવાનોની પ્રવૃત્તિની શતાબ્દીની ઉજવણી ચાલી રહી છે ત્યારે આજનો યુવાન વિશ્વને કઇ દિશા તરફ લઇ જવા ઇચ્છે છે જેવા વિષયો પર ડીબેટ યોજાશે.

વિશ્વના ૧૫૨ દેશ માંથી રોવર રેન્જર, આઇએસટી, એડલ્ટ લીડર આ કેમ્પમાં જોડાનાર છે. અગાઉ ભાવનગર માંથી લંડન, પાકીસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન, ઇજીપ્ત, થાઇલેન્ડ, હોંગકોંગ વિગેરે સ્થળોએ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો આભાર આપણા સ્કાઉટ ગાઇડ અને રોવર રેન્જરને મળેલ છે. આ ત્રણેય મિત્રો તા.૧૭ને બુધવારે અમદાવાદથી દુબઇ થઇ વોશીંગ્ટન પહોચશે. જ્યારે ૦૯ ઓગષ્ટનાં રોજ કેમ્પ પૂર્ણ કરી ભારત પરત આવશે.

(8:53 pm IST)