Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

કોડીનારના ધુના પાસે મંદિરના પગથિયે મગર તણાઈ આવ્યો : વિડિઓ વાયરલ

મગર ચાલીને મંદિરના પગથિયા ઉપર ચડતો અને ધીમેધીમે આગળ વધતો વીડિયોમાં નજરે ચડે છે

ગીરનાર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભવનાથમાં આવેલી નદી નાળા છલકાયા હતા. જેના પગલે કોડીનાર ઘુના પાસે એક મગર તણાઇને આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે કોડીનાર ઘુના પાસે એક નદી આવેલી છે. જેના કિનારે એક મંદિર છે. આ મંદિરના પગથિયા પાસે એક મગર તણાઇને આવ્યો હતો. આ મગર ચાલીને મંદિરના પગથિયા ઉપર ચડતો વીડિયોમાં નજરે ચડે છે. તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. મગરનો આ વીડિયો સ્થાનિક લોકોએ બનાવ્યો હોવાનું માનવામાં આવે છે.

 

(12:48 am IST)