Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ભાદ્રોડ ગામના બ્રિજ પરથી પાણી ઉફાળે : વાહન વ્યવહાર અટકાવાયો : ભારે વરસાદથી વીજકનેક્શન કાપી નખાતા અંધારપટ : ગામની પાણીની ટાંકી ભયજનક

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે ભાદ્રોડ ગામના બ્રિજ પરથી પાણી ઉફાળે ચડ્યું છે તંત્ર દ્વારા પુલ પરનો વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. જેના કારણે ભાદ્રોડીનાં બંન્ને કાંઠે વાહનોની કતાર લાગી છે.

ભારે વરસાદનાં પગલે તંત્ર દ્વારા વિજ કનેક્શન કાપી નાખતા અંધારપટની પરિસ્થિતી પણ સર્જાઇ છે. નદીમાં હાલ પાણી ઓસરે તેવી શક્યતાઓ નહીવત્ત છે. ઉપરવાસમાં હજી પણ સતત વરસાદ પડી રહ્યો હોવાનાં કારણે પાણીની આવક સતત ચાલું છે. શાળાની નજીક રહેલી પાણીની ટાંકી હાલ ભયજનક બની છે. જે અંગે તંત્ર દ્વારા ત્વરીત પગલા ભરવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી.

(11:18 pm IST)