Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

માળિયા કચ્છ હાઈવે ગોઝારો :હરીપર નજીક ટ્રકની પાછળ ટેન્કર ઘુસી જતા ડ્રાઈવરનું મોત

માળિયા કચ્છ હાઈવે અકસ્માત ઝોન સમાન બની ગયો હોય જ્યાં વધુ એક અકસ્માત સર્જાયો હતો ટેન્કર આગળ જતા ટ્રકની પાછળ ઘુસી જતા ચાલકનું મોત નીપજ્યું છે.
 રાજસ્થાનના બાડમેરના રહેવાસી જગદીશસિંગ ભગવાનસિંગ રાજ પુરોહિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાના હવાલાવાળું ટેન્કર નં આરજે ૩૯ જીએ ૨૨૬૮ પુરઝડપે ચલાવી ટ્રક નં જીજે ૧૨ વાય ૭૭૧૧ પાછળ ભટકાડતા ટેન્કર ચાલક કમલસિંગ જેઠુંસિંગ રાજપુરોહિત રહે. બાલાસર રાજસ્થાનવાળા નું અકસ્માતમાં મોત નીપજ્યું છે જયારે ફરિયાદીને ઈજાઓ પહોંચી છે.

(8:06 pm IST)