Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

કેશોદમાં ભારે વરસાદ : બાલાગામ વાડી વિસ્તારમાં નદીનો પાળો તૂટ્યો : ખેતરો પાણીમાં ગરકાવ

કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો કેશોદના બાલાગામ ગામે વાડી વિસ્તારમાં નદીનો પાળો તુટયો. તો બોરિયામાં પણ નદીનો પાળો તુટતા નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. પાણી ફરી વળતાં તમામ ખેતરો બેટમાં ફેરવાયા હતા. સાથે જ નજીકના ગામમાં પણ પાણી પાણી થઈ ગયા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યુ છે.

(5:36 pm IST)