Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : હિરણ નદીમાં ઘોડાપુર : હિરણ-2 ડેમ છલોછલ

ઉનામાં NDRF ની ટુકડી તૈનાત : ભારે વરસાદથી રાજપરા, માણેકપુર તેમજ ખત્રીવાળા સહિતના ગામોમાં વરસાદી પાણી ઘુસ્યા

વેરાવળઃ ગીર-સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે જિલ્લાના વેરાવળ, ચોરવાડ, તાલાલા, સુત્રાપાડા તાલુકાના પીવાના પાણી તથા ખેતી અને ઔદ્યોગિક એકમોની જીવાદોરી સમો હિરણ-2 ડેમ છલોછલ ભરાઈ ગયો છે  ગીર જંગલ વિસ્તારમાં વ્યાપક વરસાદ થતાં હિરણ નદીમાં ઘોડાપુર આવવાને પગલે હિરણ ડેમ છાલકાવાની તૈયારીમાં છે. ડેમની જળસપાટીમાં વધારો થતા સિંચાઈ વિભાગ દ્વારા નીચાણ વાળા ગામોને સાવચેત કરાયા છે.  

 બીજીતરફ ઉનામાં ભારે વરસાદ પડતા રાજપરા, માણેકપુર તેમજ ખત્રીવાળા સહિતના ગામોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. દરિયામાં કરંટના પગલે અને ભરતીના કારણે વરસાદના પાણી દરીયામાં ન જતા ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઇને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેમજ સમગ્ર પરિસ્થીતીને પહોંચી વળવા NDRFની ટીમને પણ ઉનામાં બોલાવી તૈનાત કરવામાં આવી છે.

(5:29 pm IST)