Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ભાવનગરમાં મેઘરાજાની ગાજવીજ એન્ટ્રી : બપોર બાદ ફરી વરસાદનું આગમન

ભાવનગર :ભાવનગરમાં ગઇકાલે અષાઢી બીજના દિવસે મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ આજે બપોર બાદ ફરી મેઘરાજાએ ગાજવીજ સાથે એન્ટ્રી કરી છે ગઈકાલે મેઘરાજાએ હેત વરસાવતા લગભગ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે આજે પણ બપોર બાદ મેઘરાજા તોફાની ઇનિંગ ખેલતા ગાજવીજ સાથે તેમનું આગમન થયું છે.

  છેલ્લા ઘણાં સમયથી ભાવનગરને મેઘરાજા હાથતાળી આપતા હતા ત્યારે ગઇકાલે અને આજે ફરી મેઘરાજાના આગમનથી શહેરીજનો વરસાદમાં ભીંજાવાનો મોકો ચૂક્યા નહોતા. હાલ હજુ શહેરમાં વરસાદ શરૂ છે ત્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી શક્યતાઓ પણ છે.

(5:05 pm IST)