Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

લખપત નજીક અકસ્માતમાં બે બાળકના મોતઃ પિતા-પુત્ર ગંભીર

લખપતઃ તાલુકાના ઘડુબી ગામે  ટ઼ક અને જયુપીટર(સ્કુટર) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટકકર લાગતા  સ્કુટર પર સવાર બે પિતરાઇ માસુમ ભાઇઓને  ગંભીર ઇજાઓ થતા સારવાર નસીબ થાય તે પહેલા જ મોત આંબી ગયું હતુ. જયારે સ્કુટર સવાર પિતા-પુત્ર  ઘવાતા  હોસ્પિટલમાં ખસેડાયા હતા. અષાઢી બીજના કચ્છી નવા વર્ષે બે માસુમ ભુલકાઓ મોતના મુખમાં હોમાઇ  જતા  પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

પોલીસ સુત્રેના  જણાંવ્યા અનુસાર  જીવણેલ માર્ગ અકસ્માતનો બનાવ આજે વહેલી સવારે નવેક વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. અષાઢીબીજના કચ્છ નવા વર્ષે પટેલ પરિવાર ગામમાં જ આવેલ  દેવસ્થાને જતો હતો ત્યારે ગોજારો અકસ્માત સર્જાયો હતો.

(12:54 pm IST)