Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

કલાસીસના લંપટ સંચાલકે સગીરા સાથે કર્યા અડપલા

જામનગરઃ સગીરા સામે નિર્લજ હુમલા ચેનચાળાના બનાવોનું  પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જામનગરની સગીરા ટયુશન માટે ગઇ હતી ત્યારે કલાસ સંચાલકએ તેણી સામે અડપલા કરી જાતીય સતામણી કરી હતી.

જામનગરમાં એરફોર્સ માર્ગ પર રહેતી એક સગીરા તા. ૧૦-૭ ના સાંજે નજીકમાં આવેલ સેનાનગરમાં  અજય પ્રતાપસિંહ ના ઘરે ટયુશન માટે ગઇ હતી. પરંતુ તેણીની એકલતાનો લાભ લઇ અજયએ તેણી સામે શારીરિક અડપલા કર્યા હતા અને જાતીય સતામણી કરી હતી. આખરે ઘરે પરત ફરેલી  સગીરાએ  પોતાની માતાને આ ઘટનાથી વાકેફ કર્યા પછી ગઇકાલે તેણીના માતાએ પોલીસમાં ફરિયાદ  નોંધાવતા પોલીસે આરોપી અજય સામે  પોકસો સહિતની કલમ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ શરૃ કરીછે. આ બનાવની તપાસ પીઆઇ યુ.સી. મોર્કન્ડેએ ચલાવી રહ્યા છે.

(12:54 pm IST)