Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ટંકારા તાલુકાના લજાઈ ગામે રસીકરણ કેન્દ્ર બંધ કરાતા લોકો બન્યા ચિંતિત.

ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા એ આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી

મોરબી : ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા એ આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી છે કે ટંકારા તાલુકાના લજાઇ ગામે ખાતે આરોગ્ય કેન્દ્રમાં કોરોના મહામારી અંતર્ગત રસીકરણ કાર્યક્રમ જે ચાલી રહ્યો હતો તે એકાએક બંધ થઈ જતા ટંકારા તાલુકાના લજાઇ ગામ ના લોકો ભયભીત ચિંતક બન્યા છે

  સરકાર દ્વારા યુવાનો વૃદ્ધો સહિત બાળકોને પણ તંદુરસ્ત આરોગ્ય સુરક્ષિત રાખવા માટે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં રસીકરણ કાર્યક્રમ શરૂ કરેલ છે જે કાર્યક્રમ ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે કોઈ કારણોસર એકાએક બંધ થઈ જતા લજાઈ ના ગ્રામજનોને ભારે ભય રહ્યો છે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કેન્દ્રની કામગીરી યથાવત શરૂ કરવા ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ લજાઈ ગામ ખાતે રસીકરણ શરૂ કરવા માંગણી કરેલ છે

(10:16 pm IST)