Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓએ બે પુજારીઓ સામે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોધાવી

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મદિરના હાલ પૂજા કરતા બે પુજારીઓ સામે મંદિરના ટ્રસ્ટીઓએ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે

બનાવની મળતી વિગત મુજબ યશવંત મણીલાલ જોશી ઉ.વ.૫૪ ધંધો વેપાર રહે. ૪ ગાયત્રીધામ સોસયટી , જામનગર રોડ રાજકોટ વાળાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે ૧૯૬૨ માં મોરબી શહેરના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર , તથા તેની સ્થાવર જગમ મિલકતની તેની જાળવણી તેમજ મદિરની પ્રતિષ્ટઠા વધે તે માટે જડેશ્વર મહાદેવ સેવા સતા મંડલની રચના કરવામાં આવી હતી જેમાં ૧૧ સભ્યો હતા આ મદિરમાં તે સમયે કોણ પુજારી હતા અને કેટલી સેલરી આપતા તે અંગે મને જાણ નથી પણ પુજારી મદિરમાંથી આવતા દાન તેમજ ઉપરના રૂપિયા આપવામાં આવતા આ મંડલ પૂજારીની નિમણુક કે છુટા કરવાની સતા મંડલ પાસે હતી
ફરિયાદી યશવંત જોષી ૧૯૯૫ માં મંડલ સભ્ય હોય તે સમયે આરોપીના પિતાજી ગોવિદગર મરણ જતા દફનવિધિ મદિરની જગ્યામાં કરવાના હોય ત્યારે મડળના વકીલ મારફતે નોટીસ પણ આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી, રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીને આપવામાં આવેલ આમ છતાં પણ ૦૧-૦૭-૧૯૯૫ ના રોજ દફનવિધિ કરેલ હોય અને પુજારી તરીકે મદિરમાં કબજો કરી લીધેલ હોય તે સમયે મદિરના મંડલના સભ્યો ડરી જતા ઘણા સમય સુધી કોઈ કાર્યવાહી ન થઈ હોય અને ત્યારબાદ ૧૯૯૯ માં સામાન્ય સભાનું આયોજન કરેલ હોય જેમાં મંડલમાં નવા ટ્રસ્ટીઓ અને વહીવટી સભ્યો નીમવામાં આવ્યા હોય અને નવા સભ્યો પુજારીને સમજવા ગયેલા પણ તેને તેની સાથે ઝધડો કરી અને ભૂખ હ્ડલાળ પર જવાની ધમકી આપી પરિસર મુખ્ય દ્વારા બંધ કરી દીઘા હતા આ બાબતે મડળના સભ્યો પોલીસ સ્ટેશન લેખિત જાણ પણ કરી હતી અને થોડા સમય બાદ પુજારી હર્ષદગીરી મંડલના સભ્યો પાસે આવેલ અને પુજારી તરીકે ચાલુ રાખવા વિનતી કરેલ જેથી લગભગ ૧૦ વર્ષ સુધી બધું બરોબર ચાલેલ અને ૨૩/૧૨/૨૦૧૪ ના રોજ હર્ષદગીરીના માતા ગુજરી જતા મંડલના સભ્યો તેમની દફનવિધિ મંદિર પરિસરમાં કરવાની નાં પાડી પણ પુજારીઓ ન સમજતા ત્યાં જ દફનવિધિ કરેલ હતી
જે બાબતે ૬-૫-૨૦૧૫ ના રોજ રજીસ્તર એડીથી પુજારીને છુટા કરવાની નોટીસ મોક્લ્વાલે પણ તેણે તે સ્વીકારી નહી તેમજ મદિરમાં આવેલ તમમ મિલકત પર કબજો કરેલ છે આરોપી મદિર પાછળ ની દીવાલ તોડી પોતના મકાનમાં અવરજવર રસ્તો બનાવ્યો છે હાલ મડળના સભ્યો એ નાન મોટા ૧૩ મંદિરો , ત્રણ બાથરૂમ, એક પાણીનો પરબ, પાનીઓ મોટર વાળો રૂમ, cctv રૂમ, મુખ ઓફીસ , પાચ સ્ટોર, સ્ત્સ્ત હોલ અને તેમજ સ્ટેસન રોડ પર પાચ દુકાના આવેલ છે તે મડળ ભાડે આપેલ છે જે બધી મિલકત પર ગેરકાયદેસર કબજો કરેલ છે જેથી કોર્ટમાં કેસ પણ ચાલુ છે આ બાબતે ચેરીટી કમિશ્નર રાજકોટ ભૂતકાળમાં પણ હુકમ કરલે છે મંદિરની ટ્રસ્ટની માલિકી હોવાનો હુકમ કરેલ છે છતાં બને આરોપીઓએ ગેરકાયદસર કબજો કરેલ હોય અને મડળનો કોઈ સભ્ય મંદીરમાં જાયતો તેને ગાળાગાળી કરતા હોય છે જેથી બને આરોપીઓ સામે એ ડીવીઝન પોલ્લીસ મથકમાં ફરિયાદ નોધાવી છે

(9:47 pm IST)