Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જેતપુરના નવાગઢ ગઢની રાંગ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અખાડો પકડી પાડતી એલસીબી રૂરલ

નવાગઢમાં વરલીનો જુગાર રમાડતો અમીન બેલીમ ઝડપાયો

(કેતન ઓઝા  દ્વારા) જેતપુર તા.૧પ : એલસીબી પીઆઇ એ.આર. ગોહિલ તથા પીએસઆઇ વી.એમ.કોલાદરા સ્ટાફના સંજયભાઇ પરમાર, નિલેશભાઇ ડાંગર નારણભાઇ પંપાણીયા, ઘ્વિયેશભાઇ સુવા ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન બાતમી મળેલ કે ગઢની રાંગ પાસે રહેતો પીયુષ કોરીયા ગઢની રાંગ રામદેવ પ્લાયવુડ પાસે રહેતા પિયુષને રહેણાંક મકાનમાં જુગાર અંગેની રેઇડ કરતા તીનપતીનો જુગાર રમતા મહેબુબભાઇ ઉમરભાઇ પઠાણ (રહે કૌશર હોલ પાસે) મયુદીન રસુલભાઇ સૈયદ (રહે ઇલાહીચોક) હુશેન ઇકબાલ તરકવાડીયા (રહે. અનાજના ગોડાઉન પાસે) તેમજ મકાન માલીક પિયુષ યોગેશભાઇ કારીયા, ૪  શખ્સોને રોકડ રૂપિયા રપ૩૦૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી માટે પોલીસને સોંપી આપેલ. શહેર પોલીસ ગઇકાલે સાંજે પેટ્રોલીંગમાં થતા એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભો હોય તેને ચેક કરતા તેની પાસે વરલી ફીચરના આકડા લખેલ ચીઠી મળી આવતા અમીન ઉર્ફે ટકો ઇસ્માઇલભાઇ બેલીમ (રહે. અનાજના ગોડાઉન પાસે) વાળાને રૂ.૧૬૧૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(1:12 pm IST)