Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મ્યુકોરમાઇકોસીસના વધુ બે નવા કેસ

દ્વારકા જિલ્લામાં નવા ૧૧ કેસ સામે ર૭ સાજા થયા

ખંભાળીયા તા. ૧પ : ગઇકાલે દ્વારકા જિલ્લામાં ર૪ કલાકમાં કુલ ૧૧ જ નવા કેસ નોંધાયા હતા જેમાં ભાણવડમાં ત્રણ ખંભાળીયામાં ચાર તથા દ્વારકા અને કલ્યાણપુરમાં માત્ર બે-બે કેસજ નોંધાયા છે. જેની સામે ર૭ દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા હતા જેમાં ભાણવડના ૩, દ્વારાકા ૧૦, કલ્યાણપુરના ૮ તથા ખંભાળિયાના ૬ વ્યકિતઓનો સમાવેશ થાય છે.જિલ્લામાંગઇકાલે ચારેય તાલુકામાં ૬૧૮ ના ટેસ્ટીંગ કરાયા હતા.

મ્યુકોમાઇકોસીસના કેસ ૩૦

દેવભૂમિ દ્વારકામાં કોરોના પોઝીટીવના કેસો ઘટી રહ્યા છે. પણ મ્યુકોમાઇકોસીસના કેસો વધી રહ્યા  છે દિવસો સુધી ૧૬ કેસ સમગ્ર જિલ્લામાં રહ્યા પછી ૮ દિવસમાં વધુ૧૪ કેસ નોંધાતા ગઇકાલની સ્થિતિએ આંક ૩૦ નો થયો છે. ગઇકાલે બે નવા કેસ નોંધાયા છે. ખંભાળિયા તા.માં ૧૩, ભાણવડમાં ૮, કલ્યાણપુરમાં પ તથા દ્વારકામાં ૩ નોંધાયા છે.અત્યાર સુધીમાં જેમાના તમામને જામનગર ખાસ વોર્ડમાં જ સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

(1:10 pm IST)